33 જિલ્લામાં પુરવઠો નહીં પહોંચતા વિતરણ વ્યવસ્થા ઠપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સહિત રાજ્યના ગરીબ રેશન કાર્ડધારકોને હજુ ચાલુ માસની ખાંડ નહીં ફાળવાતા દેકારો બોલી જવા પામેલ છે. રેશનીંગ દુકાનો પર રેશનીંગનો પુરવઠો સમયસર પહોંચતો ન હોવાની ફરિયાદો ઉઠતી રહી છેે.
જેમાં ખાસ કરીને ખાંડ ઉપરાંત તુવેરદાળ, ચણા સહિતનો રેશનીંગનો પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં દુકાનદારો અપાતો ન હોય, રેશનીંગના દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે ઘર્ષણના બનાવો અવાર-નવાર બની રહ્યા છે.
રેશનીંગ કાર્ડ ધારકોને રેશનીંગનો પુરવઠો સમયસર પૂરો પાડવા માટે અગાઉ તંત્ર દ્વારા અનેક વખત જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તે પોકળ સાબિત થવા પામી છે. સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ સહિત રાજ્યના 33 જિલ્લાઓમાં ગરીબ રેશનકાર્ડ લાભાર્થીઓ માટે માંડ 25 ટકા ખાંડનો જથ્થો દુકાન સુધી પહોંચાડવામાં આવેલ છે. બાકીની 75 ટકા ખાંડનો જથ્થો હજુ રેશનીંગની દુકાનો સુધી પહોંચી શકી ન હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ચર્ચાતી ચર્ચા મુજબ સમયસર ટેન્ડર થયેલ ન હોય રેશનીંગની ખાંડનો પુરવઠો રેશનીંગની દુકાનો સુધી પહોંચાડવામાં ડાંડવાણા થયેલ છે. જેમાં ચાલુ માસની ખાંડનો પુરતો પુરવઠો રેશનીંગની દુકાનો સુધી હજુ પહોંચી શકેલ નથી જેના પગલે અનેક ગરીબ લાભાર્થીઓને રેશનીંગની કાંડનો પુરવઠો હજુ નહીં મળતા તેઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.