ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાની દસાડા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા વિધાનસભા વિસ્તારમાં અતિવૃષ્ટિથી ખેતીના પાકને થયેલ નુકસાન પેટે વળતર આપવા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા જિલ્લા ખાતે અતિવૃષ્ટિ બાબતે બેઠક કરી સર્વેની કગીરિ હાથ ધરવા અંગે સૂચના આપી છતાં ધારાસભ્ય પી.કે.પરમાર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવતા સ્થાનિક રાજકારણ ગરમાયુ હતુ. ભારેથી અતિ ભારે વરસાદ સમગ્ર ગુજરાતને ધમરોડ્યું છે અને જગતના તાતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ બાબતે ગુજરાત સરકાર અતિ ચિંતામાં છે અને ખેડૂતોને વળતર ચૂકવવા સર્વે સહિતની કામગીરીઓ પણ આરંભી દેવામાં આવી છે
- Advertisement -
ત્યારે ખેડૂતોને થયેલ નુકસાનના વળતર બાબતે સુરેન્દ્રનગર ખાતે બે દિવસ પહેલા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં વિસ્તાર બાબતે તમામ વિગતો મેળવવામાં આવી હતી અને સર્વે કામગીરી હાથ ધરવા સહિતની બાબતે ચર્ચા કરાઈ હતી પરંતુ દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારએ 31 ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે જેના કારણે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને દસાડાના ધારાસભ્યને જ સરકાર પર વિશ્વાસ નહી હોય ? તેવી ચર્ચાઓ જાગી રહી છે કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી સર્વે તથા વળતર બાબતે તમામ ચર્ચાઓ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે છતાં ચાર દિવસ બાદ દસાડાના ધારાસભ્ય મુખ્યમંત્રીને પત્ર લખતા સ્થાનિક સોશિયલ મીડિયામાં દસાડાના ધારાસભ્ય પીકે પરમારનો પત્ર ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.