સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે. ત્યારે આ મામલે રાજકારણ તેજ થઈ ગયું છે. રેલ્વે મંત્રીએ કોંગ્રેસ પર ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીનો અનાદર કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે આગળ લખ્યું કે, ‘સંધ્યા થિયેટરમાં થયેલી દુર્ઘટના રાજ્ય અને સ્થાનિક પ્રશાસનના નબળા મેનેજમેન્ટનો સ્પષ્ટ કિસ્સો હતો. હવે એ દોષ દૂર કરવા તેઓ આવા પબ્લિસિટી સ્ટંટમાં વ્યસ્ત છે. તેલંગાણા સરકારે સતત ફિલ્મી હસ્તીઓ પર હુમલા કરવાને બદલે અસરગ્રસ્ત લોકોની મદદ કરવી જોઈએ અને એ દિવસે વ્યવસ્થા કરનારાઓને સજા કરવી જોઈએ. એ જોવું પણ દુઃખદ છે કે કોંગ્રેસ સત્તામાં આવ્યાના એક વર્ષમાં જ આ એક સામાન્ય બાબત બની ગઈ છે.’
- Advertisement -
તેલંગાણા હાઈકોર્ટે શુક્રવારે હૈદરાબાદ સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં ‘પુષ્પા’ સ્ટાર અલ્લુ અર્જુનને જામીન આપી દીધા હતા. એ પહેલા શુક્રવારે વહેલી સવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને એક સ્થાનિક કોર્ટે અભિનેતાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા-2’ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. આ કેસમાં, પોલીસે શુક્રવારે સવારે અભિનેતાની ધરપકડ કરીને તેમને સ્થાનિક કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. તેમને ચંચલગુડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ તેલંગાણા હાઈકોર્ટે તેમને જામીન આપી દીધા હતા. અલ્લુ અર્જુનના ચાહકોએ આ સમાચારથી રાહતનો શ્વાસ લીધો અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી.
નાસભાગમાં થયું હતું મહિલાનું મોત
‘પુષ્પા 2’ 5 ડિસેમ્બરે થિયેટરોમાં રીલીઝ થઈ હતી. આના એક દિવસ પહેલા એટલે કે 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રિનિંગ યોજાયું હતું. સ્ક્રિનિંગ દરમિયાન અભિનેતા ત્યાં પહોંચ્યા હતા, તો તેમને જોવા માટે મોટી ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં ઉમટી પડેલી ભીડ કાબૂ બહાર જતી રહી અને નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું. સાથે જ મહિલાનો પુત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ મામલે અભિનેતા પર કોઈપણ માહિતી આપ્યા વિના થિયેટર સુધી પહોંચવાનો આરોપ છે.