DCP જગદીશ બાંગરવા સહિતનો પોલીસ કાફલો સતત ખડે પગે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ’શૌર્યનું સિંદૂર’ લોકમેળામાં પોલીસ જવાનોએ ખરેખર “સુપરહીરો” ની ભૂમિકા ભજવી હતી. લાખોની ભીડ વચ્ચે પરિવારથી વિખૂટા પડેલા બાળકો અને વૃદ્ધોને તેમના સ્વજનો સાથે ફરીથી ભેગા કરીને પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.મેળામાં ખાસ પોલીસ કંટ્રોલરૂમ સ્થાપિત કરવામાં આવ્યો હતો. ઉઈઙ જગદીશ બાંગરવાના જણાવ્યા મુજબ, કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા કર્મચારીઓએ 135 બાળકો અને વરિષ્ઠ નાગરિકોને તેમના પરિવાર સાથે ફરી ભેગા કર્યા છે. ખોવાયેલા બાળકોની જાહેરાત માઈક દ્વારા સતત કરવામાં આવતી હતી અને એલઇડી સ્ક્રીન પર તેમના ફોટા પણ બતાવવામાં આવતા હતા, જેનાથી તેમને ઝડપથી શોધી શકાયા હતા.પોલીસે ડ્રોન અને અઈં જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેળામાં સુરક્ષા જાળવવાના પ્રયાસો કર્યા હતા.પોલીસ દ્વારા લોકોર્ને ખિસ્સાકાતરૂઓથી સાવધાન રહેવા, મોબાઈલ અને પર્સનું ધ્યાન રાખવા, અને બાળકોના ખિસ્સામાં ફોન નંબરની ચિઠ્ઠી રાખવા જેવી સલામતીની સૂચનાઓ પણ સતત આપવામાં આવતી હતી.



