ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં એક મહિના સુધી પોલીસ વિભાગ દ્વારા સ્પેશયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બેફિકરાઈથી વાહન ચલાવનાર અને સ્ટંટબાજો સામે પોલીસે લાલ આખ કરી છે.પ્રભાસ પાટણમાં પીઆઈ એ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ઙજઈં ડી.એમ. કાગડા, અજઈં દેવદાનભાઈ, ઙઈ વિપુલભાઈ, મહેંદ્રભાઈ, દેવજીભાઈ સહિતનાઓએ વાહનોની તલાશી લઈ અને ડ્રાઇવ દરમિયાન કુલ 38 એનસી કેસ કર્યા હતા. સ્થળ પર 20 હજારથી વધુનો દંડ વસુલાયો હતો અને 7 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.જ્યારે મોટર વેહિકલ એક્ટ અંતર્ગત 2 કેસ કરવામાં આવ્યા હતા.