બિનઅધિકૃત વહનના કેસોમાં નિયમોનુસાર દંડકીય વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.1
જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાય તથા નિવાસી અધિક કલેકટરની સૂચના તથા ભૂસ્તરશાસ્ત્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાસવાળા ગામની નદી પટ્ટ વિસ્તારના ફરીયાદી જેમાભાઈના મોબાઈલ પર સંપર્ક કરી ચેકિંગની કામગીરી હાથ ધરતા તપાસ સમયે બિન અધિકૃત ખનીજ ખનન કે વહનની પ્રવૃતિ ધ્યાને આવેલ નથી. પરંતુ, અત્રેની કચેરીની તપાસટીમ દ્વારા અગાઉ તા.29/07/2025 ના રોજ ફરીયાદ વાળા વિસ્તારમાં ચેકીંગની કામગીરી હાથ ધરી 2 બિન અધિકૃત વહનના કેસોમાં 1.01 લાખની વસુલાત કરવામાં આવેલ છે. વધુમા ઉના તાલુકાના વિસ્તારમાં અત્રેની કચેરીની તપાસ ટીમ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરી ઊના તાલુકા માં 2 અને વેરાવળ તાલુકામાં 4 વાહન મળીને ટોટલ 6 વાહન બિન અધિકૃત રીતે વહન સબબ અટકાયત કરી 1 વાહનની વસૂલાત રૂ. 0.40 લાખ કરી અને બીજા 5 વાહનની નિયમો અનુસાર દંડકીય રકમ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, બિન અધિકૃત વહનના કેસોમાં નિયમોનુસાર દંડકીય વસુલાતની કાર્યવાહીકરવામાંઆવશે.