નવા રિંગ રોડ ઉપર યુનિવર્સીટી પોલીસનો દરોડો : 39.74 લાખનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ઘંટેશ્વર પાસેથી 29.64 લાખનો દારૂ ભરેલ ક્નટેનર યુનિવર્સીટી પોલીસે પકડી પાડી 4,788 બોટલ દારૂ, ટ્રક સહીત 39.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રક ચાલકની ધરપકડ કરી હતી દારૂ જેતપુર પહોંચાડવાનો હતો તેવી કેફિયત ડ્રાયવરે આપી હતી.
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આપેલી સૂચના અન્વયે યુનિવર્સીટી પોલીસ મથકના પીઆઇ એચ.એન.પટેલની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ વાય.ડી.ભગત, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજા, પ્રાદિત્યસિંહ ઝાલા સહિતને બાતમી મળી હતી કે નવા 150 ફુટ રીંગ રોડ ઉપર ઘંટેશ્વર તરફથી એક ક્નટેનર ટ્રક નં.છઉં-19-ૠઈ-0705 દારૂ ભરી પસાર થવાનો છે આ ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી ત્યારે એક ટ્રક ક્નટેનર પસાર થતા અટકાવી ક્નટેનરના ચાલકને નીચે ઉતારી તેનું નામઠામ પુછતા પોતે રાજસ્થાનના બાડમેર જિલ્લાનો પુરખારામ સસ્વરૂપારામ જાટ ઉ.23 હોવાનુ જણાવ્યું હતું બાદમાં ટ્રક ક્નટેનરમા જોતા વિદેશી દારૂ જોવા મળ્યો હતો પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની 4788 બોટલ 29.64 લાખનો દારૂ અને ટ્રક, મોબાઈલ મળી કુલ રૂ.39.72 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પૂછતાછ કરતા એવું જાણવા મળ્યું હતું કે હરિયાણાથી દારૂ ભરેલ ટ્રક નીકળ્યો હતો જે બાદ ગાંધીધામ પહોંચતા ત્યાંથી ટ્રક ચાલક બદલાયો હતો અને તે ટ્રક ચાલકને પ્રથમ માળિયા પહોંચી ફોન કરવાનું કહ્યું હતું. જ્યાંથી ટ્રક ચાલકે ફોન કરતા રાજકોટ પહોંચીને ફોન કરવાનું બુટલેગરે જણાવ્યું હતું ત્યાર બાદ ટ્રક ચાલકે રાજકોટ પહોંચી ફોન કરતા બુટલેગરે જેતપુર જવાનો ઓર્ડર આપ્યો હતો પરંતુ ડ્રાયવર દારૂ ભરેલું ક્ધટેનર લઇ જેતપુર પહોંચે તે પૂર્વે જ યુનિવર્સીટી પોલીસે દબોચી લીધો હતો.