માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
રાજકોટમાં આધુનિક સમયમાં ઓનલાઈન ફ્રોડનાં બનાવો સતત વધી રહ્યા છે. તેમજ મોબાઈલ ચોરીની ઘટનાઓમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. જેને પગલે પોલીસ પણ વધુ સતર્ક બની છે. ત્યારે માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલ ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત પોલીસે 34 અરજદારોએ ગુમાવેલા 7.39 લાખ તેમજ 9 લાખથી વધુના 58 મોબાઈલ પોલીસે પરત અપાવ્યા છે. શહેરમાં ઓનલાઈન ફ્રોડ અને ચોરાયેલા મોબાઈલના માલિકો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવતી હોય છે.
- Advertisement -
જે અંગે પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે માલવીયાનગર પોલીસ મથક ખાતે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમા પોલીસે 34 અરજદારોને 7.39 લાખ અને 9.39 લાખના 57 મોબાઈલ પરત અપાવ્યા હતા આ તકે એસીપી રાધિકા ભારાઈ અને પીઆઇ જીગ્નેશ દેસાઇ સહિતના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.