2.45 લાખ રોકડ સહિત 9.56 લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયા
ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાના સજનપર ગામે વાડીમાં ધમધમતા જુગારધામ ઉપર બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો કરીને જુગારની મજા માણી રહેલા સાત નબીરાઓને રોકડા રૂૂપિયા 2.45 લાખ સહિત 9.56 લાખના મુદામાલ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા અને સાતેય જુગારીઓ વિરૂૂદ્ધ જુગારધારા અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા તાલુકાના સજનપર ગામે રાજેશ ભગવાનજીભાઈ સિણોજીયા નામનો વ્યક્તિ પોતાના મોટાભાઈની કુંડલ તરીકે ઓળખાતી વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે ટંકારા પોલીસે દરોડો પાડીને ઓરડીમાં જુગાર રમતા અશ્વિનભાઈ અરજણભાઈ સિણોજીયા, દિવ્યેશ મનહરલાલ આદ્રોજા, મહેન્દ્ર હસમુખભાઈ જીવાણી (રહે. ત્રણેય રવાપર રોડ, વૈભવલક્ષ્મી સોસાયટી, મોરબી), ભાવેશ બાલુભાઈ સીતાપરા (રહે. મહેન્દ્રનગર ચોકડી, પ્રભુકૃપા સોસાયટી, મોરબી), રાજેશ ભગવાનજીભાઈ સિણોજીયા, પ્રવીણભાઈ ખીમજીભાઈ ગામી અને રમેશ સવજીભાઈ પટેલ (રહે. ત્રણેય સજનપર) રોકડા રૂૂપિયા 2,45,000 સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે દરોડા દરમિયાન વાડીની ઓરડીમાંથી ચાર મોબાઈલ ફોન (કિં. રૂૂ. 11 હજાર) તેમજ નબીરાઓ જુગાર રમવા જે ગાડી લઈને આવ્યા હતા તે સાત લાખની કિંમતની હોન્ડા સીટી કાર કબ્જે કરીને કુલ રૂૂપિયા 9.56 લાખનો મુદામાલ કબ્જે કરી સાતેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુન્હો નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.