ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.24
મોરબીની અવની ચોકડીએ યુવતીની છેડતી કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો હતો અને બાદમાં યુવતીએ વીડિયો જાહેર કરી જાહેર સરઘસ કાઢવાની માંગ કરી હતી ત્યારે આજે સાંજે પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો અને ઘટનાસ્થળે લઈ જઈને ઘટનાનું રી- ક્ધટ્ર્સશન કરાવ્યું હતું
મોરબીની રહેવાસી યુવતી કોલેજે નોકરી માટે જતી ત્યારે એકાદ વર્ષથી એક ઇસમ પીછો કરી મોબાઈલ નંબર માંગી હેરાન કરતો હતો તેમજ સોશ્યલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરેશાન કરતો હતો તાજેતરમાં યુવતી અવની ચોકડી માસીના ઘર પાસે ગઈ હતી ત્યારે ત્યાં બાઇકમાં આવી હેરાન કરતો હતો જેથી માસીએ ઇસમને પૂછતા તેમજ લોકો એકત્ર થઈ જતા આરોપી નાસી ગયો હતો. અવારનવાર હેરાનગતિથી યુવતી કંટાળી ગઈ હતી અને આરોપી મેહુલ જીલરીયા થઈ યદુનંદન 1 વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તુરંત તપાસ ચલાવતા આરોપીને નશાની હાલતમાં દબોચી લીધો હતો જે આરોપીને આજે પોલીસ ઘટનાસ્થળે લઈ આવી જાહેર સરઘસ કાઢ્યું હતું અને ઘટનાનું રી- ક્ધટ્ર્સશન કરાવ્યું હતું ત્યારે સ્થાનિકો મોટી સંખ્યામાં સ્થળ પર જોવા મળ્યા હતા