જૂનાગઢના વ્યક્તિ સાથે 1.20 લાખની છેતરપિંડી કરી’તી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરની લોટસ પેટલ હોટલ ખાતે તા.19-1-23ના રોજ એક તનીષ્કા વેકેશન કલબના નામે એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરના અનેક લોકોને બોલાવીને વિદેશ ટુરના નામે છેતરપીંડી કરી હોવાની ફરિયાદ તા.31-12-23ના બી-ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જૂનાગઢમાં તનીષ્કા વેકેશન કલબના નામે ટુર પેકેજની લોભામણી લાલચ આપી મીટીંગમાં બોલાવવામાં આવી હતી. જેમાં હાસીમભાઇ આમદભાઇ સીડા તેમના પત્નિ સાથે ગયા હતા જેમાં હાસીમભાઇને અલગ અલગ ટુર પેકેજની લોભામણી જાહેરાતો આપીને વિશ્ર્વાસમાં લઇ રૂપિયા 1,20,000નું પેકેજ લેવડાવી કોઇ ટુર પેકેજ અંગેની લોભામણી સ્કીમનો લાભ આપેલ નહીં. જે અન્વયે તનીષ્કા વેકેશન કલબના નામે દુર ઉપયોગ કરનાર આરોપી હર્શીલ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.43) રહે.સુરતવાળાને જૂનાગઢ બી-ડીવીઝન પીઆઇ જી.ડી.રાજપુત તથા પીએસઆઇ એસ.એન.ક્ષત્રીય તથા પોલીસ સ્ટાફે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પણ ચલાવી છે.