ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.3
પોલીસ ધરે તો શું ન કરી શકે તેનું ઉત્તમ ઉદાહરણ ધ્રાંગધ્રા તાલુકા પોલીસે પૂરું પાડ્યું છે જેમાં ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે રહેતા અને મજૂરી કરતા પરિવારની બે દિકરી ગત 28 ફેબ્રુઆરીના રોજ કોઈ કારણોસર ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયા હતા બંને બહેનો એક સાથે ઘરેથી નીકળી જતા પરિવાર ખુબ જ દુ:ખમાં સારી પડ્યો હતો અને ચિંતા સાથે સ્થાનિક પોલીસનો સંપર્ક કરાયો હતો આ તરફ બંને બહેનોમાંથી એક બહેન સગીરા હોવાની પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક ટીમ બનાવી બંને બહેનોને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી જેમાં બંને બહેનો મહારાષ્ટ્રના મુંબઈ તરફ ગયા હોવાનું સામે આવતા વિક્રમભાઈ રબારી તથા ભરતભાઈ ચાવડા દ્વારા મુંબઈ જવા માટે રવાના થયા હતા જે દરમિયાન બંને બહેનો મુંબઈથી સુરત પરત આવતા સમયે સુરત પોલીસની મદદથી બંને બહેનોને શોધી ધ્રાંગધ્રા ખાતે લાવી પરિવારને સોંપતા પરિવારે પણ રાહતનો શ્વાસ લીધો હતો.
ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામની બે યુવતીને ગણતરીના દિવસોમાં જ પોલીસે શોધી કાઢી



