બાંટવા નજીક છરીની અણીએ 1.15 કરોડની લૂંટ
અમદાવાદ પેઢીના બંને સેલ્સમેનની કારમાં હવા ઓછી થતા લૂંટની ઘટના બની
SP, DYSP, LCB, SOGપોલીસની ટીમો દોડતી થઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.6
- Advertisement -
જૂનાગઢ જિલ્લાના બાંટવા નજીક ગત સમી સાંજે અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીના બંને સેલ્સમેન કુતિયાણાથી પોતાની કાર જી.જે.01 ડબલ્યુકે 3919 નંબરની કાર લઈને બાંટવાથી સરાડીયા વચ્ચે આવેલ રાફાળિયા ફાટક પાસે ગત રાત્રીના 8 વાગ્યા આસપાસ હતા એ સમયે કારના ડ્રાઈવર સાઈડના વીલમાં હવા ઓછી થતા ચેક કરવા નીચે ઉતારતા એક અજાણ્યા શખ્સે છરી બતાવી ઇજા કરી હતી એ સમયે અન્ય બે અજાણ્યા શખ્સો બાઈક પર આવીને કારમાં રાખેલ રોકડ તેમજ સોનાના દાગીના મળી કુલ રૂ.1.15 કરોડની સનસની ખેજ લૂંટ કરી ફરાર થઇ ગયા હતા આ બાબતની જાણ બાંટવા પોલીસને થતા તુરંત જિલ્લા પોલીસ વડા હર્ષદ મેહતા સાથે ડીવાયએસપી ઠક્કર અને એલસીબી પીઆઇ જે.જે.પટેલ અને એસઓજી પોલીસ સહીત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પોહચી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. સમગ્ર લૂંટ મામલે પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદની કલા ગોલ્ડ નામની પેઢીનાં યાજ્ઞિક ધર્મેન્દ્ર જોષી અને ધનરાજ મોરાસા ભાણગે કાર લઈને પેહલા સાંજે 4 વાગ્યા આસપાસ માણાવદર બે સોની જવેલર્સની દુકાને પણ ગયા હતા જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે
ત્યાર બાદ બાંટવા પણ સોની જવેલર્સની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ કુતીયાણાથી નીકળીને કાર લઈને આવતા હતા ત્યારે બાંટવા નજીક કારના આગળના ભાગના ટાયરમાં હવા ઓછી થતા ચેક કરવા નીચે ઉતરતા એ સમયે કુલ ત્રણ શખ્સોએ છરી વડે લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા હાલ બાંટવા પોલીસ સ્ટેશનમાં બંને સેલ્સમેન યાજ્ઞિક ધર્મેન્દ્ર જોષી અને ધનરાજ મોરાસા ભાણગેની પોલીસ ફરિયાદ નોંધી ફરાર થયેલ લૂંટના આરોપીને ઝડપી લેવા અલગ અલગ ટિમો બનાવી ઊંડાણ પૂર્વક તપાસ તેજ કરી છે જેમાં પોલીસે એફએસએલ અને ડોગ સ્કોડની મદદ સાથે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સ દ્વારા એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસના પીઆઇ જે.જે.પટેલને તપાસ સોંપી સમગ્ર લૂંટ મામલે જીણવટ ભરી તપાસ શરુ કરી છે.
બાંટવા નજીક બનેલી દીલધધક લૂંટના બનાવ મામલે સ્થળ પરથી તૂટેલા મોબાઈલ મળી આવ્યા હોવાનું જાણવા મળે છે એજ રીતે જે જગ્યા પર લૂંટ થઇ એ સમયે કેટલા મોબાઈલ સ્થળ પર એક્ટિવ હતા તે દિશામાં પણ તપાસ થઇ રહી છે.હાલ તો બંને લૂંટનો ભોગ બનનાર સેલ્સમેનની ઊંડાણ પૂર્વક પુછપરછ સાથે અમદાવાદની કલા ગોલ્ડ પેઢીના માલિકને બોલવામાં આવ્યા છે અને તેઓ પણ પોહચી ગયા છે અને તેની પણ પુછપરછ શરૂ કરવામાં આવી છે.
- Advertisement -
લૂંટનું નાટક કે ખરા અર્થમાં લૂંટની ઘટના તે દિશામાં તપાસ
બાંટવા નજીક બનેલ લૂંટની ઘટના મામલે પોલીસે લૂંટની ઘટના શંકાસ્પદ કે ખરા અર્થમાં લૂંટની ઘટના તે દિશામાં તપાસ શરૂ કરી છે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે જયારે કરોડો રૂપિયાના સોના ચાંદીનો વ્યવસાય કરનાર વ્યક્તિ પાસે જયારે રોકડ સાથે સોના, ચાંદીના દાગીના હોઈ તો કારમાં હવા ઓછી થાય તો કારને સેફ જગ્યાએ રોકવાના બદલે એક એવી જગ્યા રોડ પર રોકી કે, જ્યાં કોઈ બનાવ બને તો ત્યાં કોઈ મદદ કરવા પણ ન આવે અને ચાલો હવા ઓછી થઇ કે પંચર પડ્યું તો બાંટવા નજીક હતું કરોડોનું જોખમ ભેગું હોઈ તો કાર આરામથી બાંટવા નજીક પોહચી ગઈ હોત અથવા કોઈના સેફ ખેતર કે, ઘર પાસે અથવા હાઇવે પરની હોટલ પાસે પણ રોકી શકે આ તમામ પાસા ચકાસીને પોલીસે પણ સોની સેલ્સમેન યાજ્ઞિક ધર્મેન્દ્ર જોષી અને ધનરાજ મોરાસા ભાણગેની ઉલટ તપાસ સાથે સઘન તપાસ શરૂ કરી છે.