ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર શહેરમાં કાયદો, વ્યવસ્થા લુખ્ખાગીરીના આવારાતત્વો અંકુશમાં આવે માટે જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી માણાવદર શહેરમાં પોલીસ દ્વારા પાનની દુકાનો ચાની લારીઓ અને ઈંડાની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું હતું.માણાવદર પીએસઆઇ ચેતક બારોટ તથા પોલીસ સ્ટાફ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એવા હેતુથી શહેરની પાનની દુકાનો, ચાની લારીઓ, ઈંડાની દુકાનો ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.