નાશખોરીને ડામવા પોલીસનો નવતર અભિગમ
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લા મથક વેરાવળ ખાતે પવિત્ર નવરાત્રી પર્વની હર્ષોલ્લાસથી ઉજવણીની શરૂઆત થઈ છે ત્યારે શહેરમાં ચાલતા ગરબી મંડળોમાં નશાના દૂષણને ડામવા તેમજ આવારા તત્વો પર વોચ રાખવા વેરાવળ સિટી પોલીસ , સર્વેલેન્સ સ્ટાફ અને શી ટીમ દ્વારા નવતર પ્રયોગ આચરી વિવિધ ગરબી મંડળોમાં બ્રેથ એનલાઈઝર સાથે ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.ઉપરાંત નવરાત્રી પર્વ દરમિયાન પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવશે.
વેરાવળમાં 50 જેટલા ગરબી મંડળોમાં હજારો લોકો માતાજીની આરાધના કરી નવરાત્રી પર્વની ઉજવણી કરે છે ત્યારે શહેરમાં 8 થી 10 મોટી ગરબીઓનું પણ આયોજન કરવામાં આવે છે.જ્યાં આવારા તત્વોનો ત્રાસ ના થાય તેમજ નશાના દૂષણને ડામવા સિટી પીઆઈ એસ. એમ. ઈશરાણીના માર્ગદર્શન હેઠળ બ્રેથ એનલાઈઝર દ્વારા ગરબીમાં પ્રવેશ પહેલા પ્રેક્ષકોની તપાસણી કરવામાં આવી હતી.ઉપરાંત સમગ્ર નવરાત્રી પર્વ દરમિયાન શહેરમાં પોલીસની શી ટીમ દ્વારા પણ ફ્રી ડ્રેસમાં રોમિયોગીરિ કરતા તત્વો પર નજર રાખવામાં આવશે અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા પણ સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે.બીજી તરફ પોલીસ દ્વારા બહેનો અને દીકરીઓને પણ કોઈ અજાણી વ્યક્તિને નંબર ન આપવા, સંપર્ક ન સાધવા કે કોઈ જગ્યાએ એકલા ન જવા જેવી બાબતોને લઈને સૂચિ જાહેર કરવામાં આવી છે.જેથી શહેરમાં શાંતિ પૂર્વંક નવરાત્રિની ઉજવણી થઈ શકે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈ કટોકટીની સ્થતિ જણાઈ તો તરત જ પોલીસ કંટ્રોલ રૂમ અથવા તો એસઓજી પીઆઈ નો સંપર્ક સાધવા પણ પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.