ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાને રાખીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ કરનાર સામે પોલીસે ચેકીંગ કરીને ધોરણસર કાર્યવાહી શરુ કરી છે.
મેંદરડા પોલીસ તેમજ સ્ટાફ દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલ વેંચાણ કરનાર પતંગ સ્ટોલનું ચેકીંગ કરવામાં આવ્યું હતું મેંદરડાની મુખ્ય બજારોમાં અનેક પતંગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે ત્યારે ચાઈનીઝ દોરી સહીત પ્રતિબંધિત વસ્તુ વેચનાર વેપારીની દુકાનો તેમજ ઉભા કરાયેલ સ્ટોલની પોલીસ દ્વારા ચેકીગ હાથ ધરવા માં આવ્યું હતું જેમાં પીએસઆઇ વાય.પી હડીયા દ્વારા પતંગના સ્ટોલ પર જાતે જઈને ચેકીગ હાથ ધરવા માં આવ્યું હતું અને વેપારી ભાઈઓને ચાઈનીઝ દોરી કે તુક્કલ નહિ વેચવા અપીલ કરી હતી અને જો વેંચતા પકડશો તો કાયદેસર કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
જૂનાગઢના દાતાર રોડ પરથી ચાઇનીઝ દોરીનું વેંચાણ કરતો શખ્સ ઝડપાયો
મકરસંક્રાંત આવી રહી છે ત્યારે ચાઇનીઝ દોરી વેંચવાની મનાઇ હોવા છતા અમુક સ્ટોલમાં ચાઇનીઝ દોરી વેંચાઇ રહી હોવાની ફરિયાદો આવી રહી છે ત્યારે પોલીસે જૂનાગઢના દાતાર રોડ પર પતંગના સ્ટોરમાં પોલીસે તપાસ કરતા લારીમાં પતંગ દોરી વેંચતા પ્રવિણ કરશન ચાવડા પાસેથી 2200ની કિંમતની ચાઇનીઝ દોરીના 11 ટેલર મળી આવ્યા હતા. પોલીસે પ્રવિણ કરશન ચાવડા સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.