પોલીસ કોન્સ્ટેબલ સારવાર હેઠળ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ મોરબી
માળીયા મિયાણા તાલુકાના જૂની ખીરઈ ગામે નામચીન દારૂના ધંધાર્થીના ઘરે દરોડો પાડવા ગયેલા પોલીસ ઇન્સ્પેકટર સહિતની ટીમ ઉપર બુટલેગરના પરિવારની સાત મહિલાઓ સહિતના 10 આરોપીઓએ હીંચકારો હુમલો કરી ખુદ પીઆઇ ઉપર છરીના ઘા ઝીકવા પ્રયાસ ક2ી બાદમાં છુટા પથ્થરના ઘા મારી ગાડીમાં દસ હજારનું નુકશાન કરી એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ધોકો ફટકારી ફરજમાં રુકાવટ કરતા ચોંકાવનારા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
- Advertisement -
પોલીસ પાર્ટી ઉપર હુમલાના આ ચોંકાવનારા બનાવ અંગે માળીયા મિયાણા પોલીસ મથકના કોન્સ્ટેબલ ફતેસિંહ ધીરુભા પરમારે આરોપી (1) ઇકબાલ ઇર્ફે ઇકો હાજીભાઇ મોવર (ર) હાજીભાઈ ઓસામાણભાઈ (3) યુસુફ અલ્લારખા (4) સારબાઈ હાજીભાઈ મોવર (પ) નશીમબેન અલ્લારખા સંધવાણી (6) મુમતાજ અનવરભાઈ ભટ્ટી (7) આઈસા રફીકભાઈ મોવર (8) નજમાબેન ઈકબાલ મોવર (9) અનીષા ઇકબાલભાઈ મોવર અને (10) તમન્ના યુસુફભાઇ સંધવાણી રહે. બધા જુની ખીરઈ ગામ વાળાઓ વિરુદ્ધ દારૂની રેઇડ કરવા જતાં હુમલો કરી ફરજમાં રુકાવટ કરવા અંગે ફરિયાદ નોંધાવી છે.
વધુમાં પોલીસે નોંધાવેલ ફરિયાદમાં જાહેર કરાયુ છે કે, ગઈકાલે પોલીસ ટીમ આરોપી ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઇ મોવરના ઘેર રેઇડ કરવા ગયેલ તે વખતે આરોપી ઈકબાલ ઉર્ફે ઇકો હાજીભાઈ મોવર તથા તેના પીતા હાજીભાઇ ઓસામાણભાઈ તથા તેનો ભાણેજ યુસુફ અલ્લારખા તથા તેના પરીવારની સ્ત્રીઓમા સારબાઈ હાજીભાઈ મોવર, નશીમબેન અલ્લારખા સંધવાણી, મુમતાજ અનવરભાઈ ભટ્ટી,આઇસા રફીકભાઈ મોવર, નજમાબેન ઇકબાલ મોવર, અનીષા ઇકબાલભાઈ મોવર તેમજ તમન્ના યુસુફભાઇ 8 મીએ ગેરકાયદેસર મંડળી રચી પોલીસની કાર્યવાહીમાં અડવણ કરી બીભત્સ ગાળો બોલી છરી,લાકડાના ધોકા,પાઈપ જેવા જીવલેણ હથીયારો વડે પોલીસ ઇન્સપેક્ટર ધોકા,પાઈપ જેવા જીવલેણ હથીયારો વડે પોલીસ ઈન્સપેક્ટર તથા પોલીસ સ્ટાફના માણસોને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ ફરીયાદી ફતેસિંહને માથાના ભાગે ધોકાનો ઘા મારી સાહેદ વનરાજસિંહ તથા પોલીસ ઈન્સપેક્ટરને મારી નાખવાના ઈરાદે છરીનો ઘા ક2વાની કોશિષ કરી મનુષ્ય વધ ક2વા કોશીષ કરી છુટા પથ્થરોના ઘા કરી વાહનના આગળ પાછળના કાચ તોડી આશરે રૂ.90000નુ નુકશાન કરી આરોપી યુસુફ સફેદ કલરની ફોરચ્યુનર ગાડી લઈ નાશી ગયો હતો. બનાવ અંગે માળીયા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસ કાયદાની વિવિધ કલમ હેઠળ ગુનોહ દાખલ કરાયો છે
જો કે, બીજી તરફ જૂની ખીરઈ ગામની આ ઘટનામાં મહિલાઓ સહિતના લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને માળીયા મિયાણા પોલીસે કારણ વગર માર મારી પરિવારના પુરુષોને ઢસડીને લઈ ગયા હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.