ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર ખંડણીનો કેસ નોંધાયો
સતત વિવાદોમાં રહેતી અને ટિકટોકથી ફેમસ થયેલી કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં, સુરત પોલીસ દ્વારા કીર્તિ પટેલની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, એક બિલ્ડર પાસે ખંડણી માંગી તેમને ખોટા હનીટ્રેપમાં ફસાવી દેવાની ધમકીના આરોપમાં પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.
- Advertisement -
શું હતી ઘટના?
કીર્તિ પટેલની સુરત પોલીસે મંગળવારે (17 જૂન) અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ સામે લગભગ એક વર્ષ પહેલાં જાણીતા બિલ્ડર વજુભાઈ કત્રોડિયા દ્વારા સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘કીર્તિ પટેલે મારી પાસે 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જો હું આ 2 કરોડ રૂપિયા ન આપું તો મને ખોટા હનીટ્રેપના કેસમાં ફસાવવાની પણ ધમકી આપી છે.’
પોલીસે બિલ્ડર વજુભાઈ કત્રોડિયાના ફરિયાદના આધારે એક વર્ષ પહેલાં કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો. જોકે, ફરિયાદ દાખલ થયાથી કીર્તિ પટેલ ફરાર હતી, જે મંગળવારે અમદાવાદ ખાતે હોવાની બાતમી મળતા સુરત પોલીસે અમદાવાદથી કીર્તિ પટેલની ધરપકડ કરી હતી.
- Advertisement -