નર્સિંગનો અભ્યાસ, કમ્પાઉન્ડરના અનુભવ આધારે 15 દિવસથી ચલાવતો હતો ક્લિનિક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જેતપુરના ભોજાધારમાં નર્સિંગનો અભ્યાસ કરી દવાખાનું ખોલી લોકોની ઝીંદગી સાથે ચેડા કરતો બોગસ તબીબને જેતપુર પોલીસે ઝડપી લઈ રૂ.27 હજારનો મેડિકલ દવા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપી જુનાગઢમાં કમાઉન્ડર તરીકે કામ કર્યા બાદ 15 દિવસથી દવાખાનું ખોલી ધંધો કરતો હોવાની કબૂલાત આપી હતી.
દરોડાની વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમાર ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડ અને સ્ટાફ પોલીસ મથકે હાજર હતો ત્યારે જેતપુરમાં ભોજાધાર, હનુમાન મંદીર પાસે આવેલ યારમહમ્મદભાઇ બ્લોચની ઓરડીમાં વિજય કાળુ ભડેલીયા નામનો શખ્સ પોતે કોઇપણ એલોપેથીક દવાની મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદેસર કલીનીક ચલાવે છે.
- Advertisement -
તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે બાતમીના સ્થળે દરોડો પાડી તપાસ કરતા ત્યાં આવેલ એક ઓરડીમાં અંદરના ભાગે એક શખ્સ લાકડાના ટેબલ પાસે ખુરશી ઉપર બેઠેલ જોવામાં આવેલ, જેને આપ આ દવાખનાના ડોક્ટર છો, તેમ પુછતા પોતે હા પાડેલ બાદમાં તેનું નામ પૂછતાં વિજય કાળુ ભડેલીયા (ઉ.વ.35),(રહે, નયન પાર્ક, પંચમીયા હોસ્પીટલ પાછળ ધોરાજી રોડ, જેતપુર) નું નામ જણાવ્યું હતું.
આરોપી પાસે મેડીકલ પ્રેકટીશને લગતી ડીગ્રી બાબતે પૂછતા તેમની પાસે મેડીકલને લગતી કોઈ ડીગ્રી નહી હોવાનું જણાવેલ તેમજ તે છેલ્લા 15 દીવસથી પોતે આ કલીનીક ચલાવતો હોવાની કબુલાત આપી હતી. બોગસ તબીબને કલીનીકમાં તપાસ કરતા જુદા-જુદા દર્દો મટાડવાની એલોપેથીક ટેબ્લેટસ, સીરપ, ઇન્જેકશનો, સીરીજ તથા નીડલ, મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી કુલ રૂ.27046 નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.
આરોપીની પૂછતાછમાં તેને બિકોમ તેમજ નર્સિંગનો સુધીનો અભ્યાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરી અનુભવ મેળવ્યા બાદ છેલ્લા 15 દિવસથી દવાખાનું ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો.