PM મોદી આજે ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગાંધીનગરમા વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યા સર્કિટ હાઉસ ખાતે બપોરે ભોજન સમારંભ યોજાશે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના મહેમાન બન્યા છે. બે દિવસ ગુજરાતની મુલાકાતે આવેલ પીએમ મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે ટર્મિનલ બિલ્ડિંગ ખાતેથી રૂપિયા 1405 કરોડના ખર્ચે નિર્મિત રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદઘાટન સૌરાષ્ટ્રના વિકાસને પણ ઈન્ટરનેશનલ પાંખો આપવાનો પ્રયાસ કરાયો હતો. બાદમાં વડાપ્રધાને આ એરપોર્ટના રન વે, ટર્મિનલ સહિતની કામગીરીનું નિરિક્ષણ પણ કર્યું હતું. જે બાદમાં તેઓ રાજકોટમાં રેસકોર્સ ખાતે જનસભાને સંબોધન કર્યું છે. હવે પ્રવાસના બીજા દિવશે આજે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી સહભાગી થશે.
- Advertisement -

ગાંધીનગરમાં PMના વિવિધ કાર્યક્રમ
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ત્યારે આજના તેઓના કાર્યક્રમની વાત કરવામાં આવે તો તે સેમિકોન ઈન્ડિયા 2023નુ ઉદ્ઘાટન કરશે. વધુમાં PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠકો કરશે. જ્યા સબંધિત લોકોને સાંભળ્યા બાદ એક્ઝીબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવે તેવી શકયતા રહેલી છે. વધુમાં બપોરનું ભોજન ગાંધીનગરના સર્કિટ હાઉસમાં લેશે.
MP બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલાએ કર્યું આયોજન
નોંધનિય છે કે પીએમ મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભોજન સમારંભનું નવનિયુક્ત સાંસદો બાબુ દેસાઈ અને કેશરીદેવસિંહ ઝાલા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ભોજન સમારોહના આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અન્ય મંત્રીઓ, MP-MLA તથા સંગઠનના હોદ્દેદારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ભોજન સમારંભમાં 200થી વધુ લોકો ઉપસ્થિત રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે અને તેને લઈને જાજરમાન વ્યવસ્થા ગોઠવાઈ રહી છે.
- Advertisement -



