ખાસ-ખબર સંવાદદાતા
વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો પ્રારંભ કરાવવા આવેલા અને ત્રણ દિવસ મુકામ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી પરત ફરતા પૂર્વે અમદાવાદમાં ફલાવર શોની મુલાકાત લીધી હતી. ઉત્કંઠા-રસપૂર્વક શો નિહાળ્યો હતો. 221 મીટરના સૌથી લાંબા ફલાવર સ્ટ્રકચરને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યાનું જાણીને વડાપ્રધાને ફલાવર શોની મુલાકાત લેવાની ઈચ્છા દર્શાવી હતી. જેને પગલે તાબડતોબ વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. વીવીઆઈપી પ્રોટોકોલને ધ્યાને રાખીને મુલાકાતીઓનો પ્રવેશ રોકવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ સારો એવો સમય ફલાવર શોમાં ગાળ્યો હતો અને ત્યારબાદ તેઓ એરપોર્ટ પહોંચીને દિલ્હી પરત જવા રવાના થયા છે.
- Advertisement -
અમદાવાદ ફલાવર શૉમાં 221 મીટર લાંબુ ફલાવર સ્ટ્રકચર: ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
ચીનનો 166.15 મીટરના ફલાવર સ્ટ્રકચરનો રેકોર્ડ અમદાવાદે તોડયો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શહેરજનોમાં અત્યંત લોકપ્રિય બનેલા ફલાવર શોમાં 221 મીટર લાંબા ફલાવર સ્ટ્રકચરનું નિર્માણ કરી ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવી અમદાવાદ મહાનગરપાલિકાએ સૌથી લાંબા ફલાવર સ્ટ્રકચરનાં મામલે વર્લ્ડ રેકોર્ડ સર્જીને ચીનને પાછળ છોડી દીધુ છે. મળતી માહીતી અનુસાર રીવર ફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા ફલાવર શોમાં અગાઉ પણ જાતજાતના આકર્ષણ અને સ્કલ્ચર વગેરે બનાવવામાં આવતા હતા. પરંતુ પ્રથમવાર ફલાવર શોમાં 221 મીટર લાંબા ફલાવર સ્ટ્રકચરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેની નોંધ માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડન જાણ કરવામાં આવી હતી. આથી ગીનીસ બુકનાં સ્થાનિક પ્રતિનિધિને મ્યુનિ.સતાધીશોના દાવાની ચકાસણી માટે ફલાવર શોમાં મોકલવામાં આવ્યા હતા. જેમણે ફલાવર સ્ટ્રકચરનુ માપ લીધા બાદ સૌથી લાંબા ફલાવર સ્ટ્રકચર તરીકે માન્યતા આપી હતી. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી સર્ટીફીકેટ પ્રાપ્ત કર્યા બાદ મેયરે જણાવ્યું હતું કે, અગાઉ ચીનમાં 116.15 મીટર લંબાઈનાં ફલાવર સ્ટ્રકચરને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ હતું. પરંતુ અમદાવાદ મ્યુનિ.નાં બગીચા ખાતાએ ફલાવર શોમાં 221 મીટલ લંબાઈના ફલાવર સ્ટ્રકચરનું નિર્માણ કરીને ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા ચીનનો રેકોર્ડને તોડયો છે.