– યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અમેરિકાના પ્રથમ રાજ્ય પ્રવાસ પર જવા માટે રવાના થયા છે. તેમનો યુએસ પ્રવાસ 21 જૂનથી શરૂ થશે અને 24 જૂને સમાપ્ત થશે. અહીંથી વડાપ્રધાન ઈજિપ્તના પ્રવાસે જશે.
- Advertisement -
ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનાવવા તત્પર: મોદી
આજે અમેરિકાની યાત્રાએ રવાના થતા પુર્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવીટ કરીને તેઓ ન્યુયોર્ક અને વોશિંગ્ટન ડીસીની મુલાકાત માટે અમેરિકા જઈ રહ્યા છે તેવું જણાવીને કહ્યું કે યોગ દિવસની ઉજવણીમાં હુ ભાગ લઈશ તથા અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત થશે. અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરીશ. મોદીએ ટવીટમાં લખ્યું કે મને બીઝનેસ લીડર્સને મળવાનો ભારતીય સમુદાય સાથે વાતચીત કરવાનો અને જીવનના વિભિન્ન ક્ષેત્રોના વિચારકો સાથે મળવાનો અવસર મળશે. અમો વ્યાપાર-ઉદ્યોગ-ટેકનોલોજી અને અન્ય મહત્વના ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને એક નવી ઉંચાઈ પર લઈ જવા માંગીએ છીએ.
મોદીએ ટવીટ કરીને તેમની આ અમેરિકા યાત્રા બન્ને દેશોના સંબંધમાં એક નવા આયામ પર લઈ જશે. મોદી આવતીકાલે યોગ દિવસે ન્યુયોર્કના સંયુક્ત રાષ્ટ્રસંઘ વડામથકે યોગ દિવસના યોજાનારા વૈશ્ચીક કાર્યક્રમમાં ભાગ લેશે બાદમાં તેઓ વોશિંગ્ટન જશે અને અહી વ્હાઈટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે શિખર મંત્રણા અને સ્ટેટ ડિનરમાં ભાગ લેશે તથા બાદમાં અમેરિકી સંસદને તેઓ સંબોધન કરશે. મોદીનું અમેરિકી સંસદમાં બીજુ સંબોધન હશે તથા બાદમાં તેઓ અમેરિકાના ટોચના 20 ઔદ્યોગીક ગૃહોના વડાઓ સાથે વાતચીત કરશે અને તેઓ અહી ભારતીય સમુદાયના લોકોને ખાસ મળશે. મોદી તા.21થી23 અમેરિકાની મુલાકાત લેશે અને બાદમાં તેઓ ઈજીપ્તના પાટનગર કાઈરોની મુલાકાત લેશે.
દેશના વડાપ્રધાન પ્રથમ સ્ટેટ-વિઝીટ કરશે. અભૂતપૂર્વ સન્માન અપાશે. કાલે રાષ્ટ્રસંઘમાં યોગદિનની ઉજવણીનું નેતૃત્વ કરશે મોદી, વ્હાઈટ હાઉસમાં વડાપ્રધાનને 21 તોપોની સલામી અપાશે. શિખર બેઠક અને પ્રમુખ દંપતિ દ્વારા ડીનર અપાશે.
- Advertisement -
"Leaving for USA, where I will attend programmes in New York City and Washington DC. These programmes include Yoga Day celebrations at the UN HQ, talks with US President Joe Biden, address to the Joint Session of the US Congress and more…," tweets Prime Minister Narendra Modi pic.twitter.com/lPfDIiFeyR
— ANI (@ANI) June 20, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુએસ પ્રવાસના કાર્યક્રમો
21 જૂન
વડાપ્રધાન મોદી ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં 9મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. યોગ દિવસના આ કાર્યક્રમમાં 180 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ દિવસે અમેરિકાના ભવિષ્ય માટે કૌશલ્ય વિકાસ પર એક કાર્યક્રમ પણ યોજાશે.
22 જૂન
જો બિડેન અને જીલ બિડેન 21 તોપોની સલામી વચ્ચે વડાપ્રધાનનું સ્વાગત કરશે. ઐતિહાસિક મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસના દક્ષિણ લૉન પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ જગ્યાએ સ્ટેટ ડિનર આયોજન થશે. જેને જો બિડેન અને તેની પત્ની હોસ્ટ કરશે.
23 જૂન
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન PM મોદી સાથે સ્ટેટ ડિપાર્ટમેન્ટના ફોગી બોટમ હેડક્વાર્ટરમાં લંચ લેશે. ભારતીય મૂળના લોકો રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં વડાપ્રધાન માટે ડિનરનું આયોજન કરશે. વડા પ્રધાન સીઈઓ, વ્યાવસાયિકો અને અન્ય હિતધારકો સાથે ક્યુરેટેડ વાર્તાલાપના કાર્યક્રમમાં સામેલ થશે.
જૂન 24-25
પીએમ મોદી 24 જૂને અમેરિકાથી રવાના થશે અને 24-25 જૂને ઇજિપ્તની સરકારી મુલાકાતે કૈરો પહોંચશે.