જ્યારે હું કહું છું કે ભારતીય રાજનીતિમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યારે મને રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક કહેવામાં આવે: ઓવૈસી
ખાસ-ખબર સંવાદદાતા
અઈંખઈંખ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઘઇઈ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. અસદુદ્દીન ઓવૈસીએ બુધવારે કહ્યું કે, વડા પ્રધાન મોદી જાતિની ઓળખના આધાર પર વોટની અપીલ કરી રહ્યા છે પરંતુ ઘઇઈ સાથે ન્યાય નથી કરવા માંગતા.
પીએમ મોદીએ મંગળ વારે રાત્રે સોશિયલ મીડિયા ડ પર એક પોસ્ટમાં કહ્યું કે, તેલંગાણાના ભાજપના મુખ્યમંત્રીનું કાઉન્ટડાઉન શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમથી શરૂ થયુ છે. જ્યાં તેમણે એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.
પીએમ મોદીએ મંગળવારે હૈદરાબાદના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં કહ્યું હતું કે, જનતાના આશીર્વાદથી ભાજપનો પ્રથમ મુખ્યમંત્રી પછાત જાતિના અહીંથી જ બનશે. ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા ડ પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, હૈદરાબાદ આવવું હંમેશા ખાસ હોય છે અને એનાથી પણ ખાસ શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં પાછું આવવાનું છે. હું 2013ની અહીંની રેલીને ક્યારેય ન ભૂલી શકું. તે સમયે તે એક ઘઇઈ પીએમ ચૂંટવાની યાત્રા હતી.
ડ પર પીએમ મોદીની પોસ્ટનો જવાબ આપતા ઓવૈસીએ એમ પણ કહ્યું કે પીએમ મોદીએ પછાત મુસ્લિમો માટે અનામત હટાવવાનું વચન આપ્યું છે, 27 ટકા ઓબીસી ક્વોટાનો વિરોધ કર્યો છે અને અનામત પરની 50 ટકાની મર્યાદા હટાવી નથી.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન જાતિની ઓળખના આધાર પર વોટ માટે અપીલ કરી રહ્યા છે પરંતુ ઘઇઈ સાથે ન્યાય કરવા નથી માંગતા. જ્યારે હું કહું છું કે ભારતીય રાજનીતિમાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે ત્યારે મને રાષ્ટ્ર વિરોધી અને સાંપ્રદાયિક કહેવામાં આવે છે. મોદી હતાશ છે અને તે નજર આવી રહ્યુ છે.