ખરેખર તો આપણા દ્વારા ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક વેસ્ટ વોટરમાંથી સમુદ્રમાં જાય છે, જયાં તે ઈકોલોજીનો ભાગ બની માઈક્રો પ્લાસ્ટિકના રૂપમાં વરસે છે! જે નરી આંખે નથી દેખાતુ
હવામાનની આગાહીમાં અત્યાર સુધી વરસાદનું જ આકલન કરવામાં આવતુ રહ્યું છે. પરંતુ હવામાન આગાહી કરનારાઓએ હવે પ્લાસ્ટીકનાં વરસાદની પણ શકયતા દર્શાવી છે. પેરીસમાં પ્લાસ્ટીક પ્રદુષણ પર આયોજીત પાંચ દિવસીય આંતર રાષ્ટ્રીય સંમેલનમાં સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી
- Advertisement -
કે ફ્રાન્સનાં પેરિસમાં પ્લાસ્ટીકનાં વરસાદની આશંકા છે.આગાહીકારોએ તો ત્યાં સુધી જણાવ્યું હતું કે પેરીસ શહેરમાં એક દિવસમાં 50 કિલો જેટલુ પ્લાસ્ટીક વરસી શકે છે. સૌ પ્રથમ 2022 માં કરવામાં આવેલ એક અભ્યાસમાં આ બાબત બહાર આવી હતી કે ન્યુઝીલેન્ડ અને અમેરીકા ઉપર માઈક્રોપ્લાસ્ટીકનો વરસાદ થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર પ્લાસ્ટીકનાં નાના કણોથી આપણા શરીરને કેન્સર જેવી બીમારીઓ ઉપરાંત પ્રજનન અને સ્વાસ્થ્યની સમસ્યાઓ પેદા થઈ શકે છે. ખરેખર તો આપણા દ્વારા જે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. તે વેસ્ટ વોટરમાં જઈને સમુદ્રમાં પહોંચે છે ત્યારબાદ ઈકોલોજી સીસ્ટમનો ભાગ બને છે અને પછી વરસાદ બનીને ધરતી પર પરત ફરે છે.