ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
તાજેતરમાં ઓલ ઈન્ડિયા વાડો-કાઈ કરાટે ડો એસોસિએશન દ્વારા 26મી નેશનલ કરાટે સ્પર્ધા અમદાવાદ એકા કલબ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુરા ભારતમાંથી ગુજરાત, મહારાષ્ટ્ર, યુ.પી., કર્ણાટક, આસામ, ઓડીશા, વેસ્ટ બેંગાલમાંથી આશરે 400 કરતાં પણ વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટના પ્લાનેટ કરાટે એકેડેમીના 36 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ બધા જ ખેલાડીઓએ કાતા અને ફાઈટમાં 22 ગોલ્ડ, 18 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલ મેળવીને કરાટે કોચ સચિન ચૌહાણ અને સમગ્ર રાજકોટનું નામ રોશન કર્યું છે.
- Advertisement -
નેશનલ કરાટે સ્પર્ધામાં પુજારા ગુંજન, કલ્યાણી વિક્રમ, જાડેજા હેમઆદિત્યસિંહ, સંઘવી ક્રિયા, બોરડીયા શ્રુમિ, પારેખ વિદ્યા, પીઠવા કાવ્યા, પટેલ હિર, યાદવ ભવ્યા, ગોહેલ દિવ્યતેજસિંહ, સખીયા શ્યામ, રાવલ રુદ્ર, ઠક્કર દેવાંશ, પટેલ દ્વિશી, ચિકાણી વાણી, વાડોદરીયા નંદની, શર્મા અભિનવ, પીઠવા સુકિર્તી, ગાંધી માહી, સંઘવી ક્રિતા, આસોદરિયા ટવીશા, ઘડિયા રાહી સહિતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ નેશનલ કરાટે સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે સાઉથના સુપર સ્ટાર એકટર સુમન તલ્વારે હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓને અને બહેનોને સ્વરક્ષણ માટે પ્રેરિત કર્યા હતા જે બદલ સ્કૂલના પ્રિન્સિપાલ તેમજ કરાટે કોચ સહિતના અધિકારીઓએ ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા.