તાન્ઝાનિયામાં લેંડિગ સમય વિમાન ક્રેશ થયો; 43 યાત્રિકોમાંથી 19ના મોત 26ને બચાવી લેવાયા, પ્રિશીઝન એયરલાઈન્સનો વિમાન બુકોબામાં લેન્ડ કરતી વખતે ઘટી હતી દુર્ઘટના
તાન્ઝાનિયામાં રવિવારે એક પેસેન્જર પ્લેન એરપોર્ટ પર ઉતરતી વખતે તળાવમાં તૂટી પડ્યું હતું. પાપ્ત વિગતો અનુસાર પ્રિસિઝન એરલાઈન્સ ડોમેસ્ટિક પ્લેન જ્યારે બુકોબામાં લેન્ડ થવાનું હતું ત્યારે પાઈલટે તેના પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું અને વિમાન એરપોર્ટ નજીક વિક્ટોરિયા તળાવમાં ક્રેશ થયું હતું. આ પ્લેન દાર એસ સલામથી બુકોબા વાયા મ્વાન્ઝા થઈ જઈ રહ્યું હતું. બુકોબા એરપોર્ટના રનવેના ભાગ પાસે આફ્રિકાના સૌથી મોટો તળાવ વિક્ટોરિયા આવેલો છે.
- Advertisement -
ÚLTIMA HORA: Avión de pasajeros cae en el Lago Victoria en Tanzania; se desconoce si hay víctimas pic.twitter.com/HBUfjIZu6S
— BNO Noticias (@BNONoticias) November 6, 2022
- Advertisement -
વિમાન ક્રેશ થતા 19 યાત્રિકોના મોત
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રએ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. તાન્ઝાનિયાના મીડિયા અહેવાલો અનુસાર, વિમાનમાં 43 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. જેમાં વિમાનના બંને પાઈલટ પણ હોઈ શકે છે. રાહત અને બચાવ કર્મચારીઓએ તળાવમાં પડેલા 26 લોકોને બચાવ્યા છે. રાહત કામગીરી દરમિયાન લોકોને બચાવ્યા છે અને મૃતદેહોને તળાવમાંથી કાઢવામાં આવ્યા છે.
દુર્ઘટના સમય વિમાનની ઉંચાઈ માત્ર 100 મીટર હતી
કાગેરા પ્રાંતના પોલીસ કમાન્ડર વિલિયમ મ્વામ્પાઘલે કહ્યું કે અમે મોટી સંખ્યામાં લોકોને બચાવવામાં સફળ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે જે સમયે એરક્રાફ્ટ લગભગ 100 મીટર (328 ફૂટ)ની ઉંચાઈ પર હતું તે સમયે ખરાબ હવામાનને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. વરસાદ વચ્ચે પ્લેન પાણીમાં પડી ગયું હતું. તેમણે કહ્યું કે અત્યાર પરિસ્થિતી કાબુમાં છે અને બચાવ કાર્ય ચાલુ છે.