વિખૂટા પડેલા 8 બાળકોને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
ખોયાપાયા ટીમ, ખાસ વૉચર સ્કવૉડ, 10-10 જવાનોની બે ટીમ તૈનાત
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ દ્વારા અમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ કાંકરિયા કાર્નિવલ મેળામાં આશરે 1500 પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ, હથિયારધારી એસઆરપી જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી લોકોની સલામતી અને સુરક્ષા માટે 100થી 150 જેટલા સૂચનાઓના સાઈન બોર્ડ મૂકી ગુમ થયેલાને શોધી કાઢવા ખાસ ખોયા પાયા ટીમ બનાવી તેમજ હોમગાર્ડ જવાનોની 10-10 જવાનોની બે ટીમ બનાવી નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરના મણિનગર ખાતે યોજાયેલ કાંકરિયા કાર્નિવલમાં આવતાં માણસોની થોડીક બેદરકારીથી તેઓના બાળકો પરિવારથી વિખૂટા પડી જવાના બનાવો અવારનવાર બને છે. અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા કાંકરિયા કાર્નિવલના બંદોબસ્તમાં ખોવાયેલા અને મળેલા વ્યક્તિ તથા બાળકોને શોધવા તથા સોંપવા માટે જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. પી. ઉનડકટ, પીએસઆઈ એ. આઈ. પટેલ, વી. એન. પરમાર તથા સ્ટાફના હે.કો. અર્જુનસિંહ, મહેન્દ્રસિંહ, નરેશભાઈ, વુમન પોકો ભક્તિબેન, કોમલબેન, રસનાબેન, નીરૂબેન સહિતના સ્ટાફની ખાસ ખોયા પાયા ટીમ બનાવી મેળામાં આવતા લોકોની મદદ કરવા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેના આધારે શરૂઆતના બે દિવસમાં કાંકરિયા કાર્નિવલ દરમિયાન આશરે 8 જેટલા ગુમ થયેલા અને મળી આવેલા બાળકો અને માણસોને પરિવારજનો સાથે મિલન કરાવવામાં આવેલ હતું.
- Advertisement -
આ ઉપરાંત, જે ડિવિઝનના એસીપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. પી. ઉનડકટ સહિતના સ્ટાફ દ્વારા કાંકરિયા કાર્નિવલ માણવા આવતા લોકોના માલ સામાન, મોબાઈલ, પર્સની સુરક્ષા માટે આશરે 100થી 150 જગ્યાએ સૂચનાઓના સાઈન બોર્ડ બનાવી, લોકોને સાવચેત રહેવા માટે તેમજ ચુનંદા હોમગાર્ડ જવાનોની દસ-દસ માણસોની બે ટીમ બનાવી લોકોને સાવચેત રાખવા માટે કરવામાં આવેલ નવતર પ્રયોગો દ્વારા કાંકરિયા કાર્નિવલમાં આવતા લાખો લોકોની સુરક્ષા, શાંતિ અને સલામતી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વખતના કાંકરિયા કાર્નિવલના કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના દરેક પોલીસ સ્ટેશનમાંથી ગુન્હેગારોને ઓળખે એવા બે-બે ડી સ્ટાફના માણસો બોલાવી ખાસ વોચર સ્ક્વોડ બનાવી મોબાઈલ ચોરી કરતા, છાકટા થઈને ફરતા ટપોરીઓ તથા છેડતી કરતા ઈસમોને પકડી પાડવા માટે પણ વ્યવસ્થા સાથે નવ (9) જેટલી જવય ઝયફળ ને પણ મહિલાઓની સુરક્ષા માટે ગોઠવવામાં આવી છે.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશનર રવિ મોહન સૈની દ્વારા મણિનગર ખાતેના કાંકરિયા કાર્નિવલમાં પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બાળકો તથા વૃદ્ધોને પોતાના પરિવાર સાથે ખોયા પાયા ટીમ મારફતે મિલન કરાવી, સુરક્ષા માટે આશરે 100થી 150 જગ્યાએ સૂચનાઓના સાઈન બોર્ડ બનાવી, લોકોને સાવચેત રહેવા તેમજ ચુનંદા હોમગાર્ડ જવાનોની દસ દસ માણસોની બે ટીમ બનાવી નવતર પ્રયોગ હાથ ધરી લોકોને સાવચેત સુરક્ષિત રાખી સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું.