દેશના જાણીતા રણનીતિકારે હવે ભવિષ્યવાણી ન કરવા પણ આગાહી કરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.8
- Advertisement -
લોકસભા ચૂંટણીના પરિણામે અનેક રાજકીય પંડિતોના ગણિતો ઉંધા પાડી દીધા છે. ચૂૂંટણીના પરિણામોના નિષ્ણાંત ગણતરીકાર મનાતા પ્રશાંત કિશોર પણ તેમાં આવી જાય છે. હવે આ પરિણામ બાદ તેમણે કહ્યું છે કે બેઠકોનું અનુમાન લગાવવામાં તેમનાથી મોટી ભુલ થઇ છે. આંકડાની ભવિષ્યવાણીમાં ખામી રહી ગઇ છે. તે ભુલ બદલ તેઓ માફી માટે તૈયાર છે.
પટના લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા બાદ તેમણે સ્વીકાર કર્યુ હતું કે તેમના પુર્વાનુમાન સાચા પડયા નથી. હવે તેઓ ચૂંટણીમાં બેઠકોનું પુર્વાનુમાન લગાવવાની કોઇ ભવિષ્યવાણી નહીં કરે. ચૂંટણી રણનીતિકારે કહ્યું હતું કે, તેઓ બેઠકોના અંદાજ લગાવવામાં થાપ ખાઇ ગયા છે અને આ વાતનો સ્વીકાર પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે, પ્રશાંત કિશોરને પ્રતિષ્ઠિત ચૂંટણી રણનીતિકાર તરીકે ગણવામાં આવે છે. પરંતુ આ વખતે તેમની વાતો ખોટી સાબિત થઇ છે. તેમણે એવી આગાહી કરી હતી કે ભાજપ અગાઉથી પણ સારો દેખાવ કરશે.
ભાજપ સામે એન્ટી ઇનકંબેંસી હોવા છતાં હોવા છતાં 2024ની ચૂંટણીમાં સારૂ પ્રદર્શન કરી 300થી વધુ બેઠક મળશે. પરંતુ આ ચૂંટણીમાં ભાજપને માત્ર 240 બેઠક મળી હતી અને એનડીએ 293 પર અટકી ગઇ છે.