અકસ્માત સર્જાયતો જવાબદાર કોણ?
ચોમાસામાં રાજ્યભરમાં કરોડોના ખર્ચે તૈયાર કરેલા રોડ-રસ્તાઓની હાલત એટલી હદે ખરાબ થાય છે કે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે રાજ્યમાં તૂટેલા રસ્તા તાકીદે રીપેર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી પરંતુ ખાલી પેચવર્ક સંતોષ માની લીધો હતો રાજકોટની આજી ડેમ ચોકડીથી છેક ભાવનગર શહેર પહોંચવા સુધીનો રસ્તો ખખડધજ હાલતમાં છે. આ હાઈવે માત્ર નામનો જ હાઈવે હોય તેવું લાગી રહ્યું છે. આજી ડેમથી ભાવનગર જવા સુધીનો રસ્તો એટલી હદે ખરાબ છે કે વાહનચાલકોને ત્યાંથી નીકળવું પણ માથાના ઘા સમાન થયું છે. આ રસ્તા પર આજદિન સુધી કોઈ જ રિપેરીંગ કામ કરવામાં આવ્યું નથી. હાલ હાઈવે પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તંત્ર દ્વારા ક્યારે આ ખાડા બૂરવાની કામગીરી કરવામાં આવશે? તેવી લોકમુખે ચર્ચા ઉઠી છે.