– સેન્સેક્સ ફરી 62 હજારને પાર, આ શેરોએ કર્યા માલામાલ
કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે આજે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. માર્કેટ મોજમાં હોય તેમ તેજીને પગલે બીએસસી સેન્સેક્સમાં 629 અંક જેટલો જબરો ઉછાળો જોવા મળ્યો હતો. જેને પરિણામે સેંસેક્સ 62501 પર બંધ રહ્યો હતો. જ્યારે 178 અંકના વધારા સાથે નીફટી 18, 499 ઉપર અટક્યો હતો. આ અગાઉ ગઈકાલે સેન્સેક્સ 99 અંકના વધારા 61,872 પર બંધ રહેતા રોકાણકારો રાજીના રેડ થયા હતા.
- Advertisement -
RIL માં 3 ટકાનો વધારો
ડોલર સામે રૂપિયાની મજબૂતી ઉપરાંત બજારમાં મોટા શેરની ખરીદી અને એશિયન બજારમાં તેજીના પ્રાણ પુરાયા હોવાથી શેરબજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. બજારની જોરદાર વૃદ્ધિમાં હેવીવેઇટ શેરોને પણ ટેકો રહ્યો હતો. RIL માં 3 ટકાનો વધારો નોંધાયો હતો. સન ફાર્માના શેર પણ 2.5 ટકા વધારા સાથે આ સિવાય હિન્ડાલ્કો અને HUL પણ 2-2 ટકા વધ્યા હતા. જેને લઈને રોકાણકારો માલામાલ થયા હતા.
ભારતી એરટેલ 0.60 ટકા ઘટ્યો
શેર બજારમાં ગુલાબી તેજીને લઈને રોકાણકારોને 2 લાખ કરોડનો જંગી ફાયદો થયો હતો.તે જ રીતે ONGCનો શેર સવા ટકા તો GRASIM 0.80 ટકા તૂટ્યો હતો. વધુમાં બજાજ ઓટો 0.75 ટકા આ એ ભારતી એરટેલ 0.60 ટકા ઘટ્યો હતો.