મહિલા પોલીસ સ્ટેશનના PI ભાર્ગવ ઝણકાટ અને તેની ટીમે સ્થળ પર જઈને લવરીયાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી
જાગૃત નાગરિક દિવ્યેશભાઈ ગર્લ્સ હોસ્ટેલ ચલાવતાં હોવાથી ત્યાં પણ આવારા તત્વો આંટાફેરા હોય તેમણે ખાસ-ખબરને પોતાની સમસ્યાથી અવગત કર્યા હતા
- Advertisement -
રામકૃષ્ણ નગરમાં છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીઓ ખુલ્લેઆમ હરકતો કરતા હતા જેનાથી લોકોમાં કચવાટ ફેલાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના રામકૃષ્ણ નગરમાં પ્રેમી પંખીડાઓની અશ્ર્લિલ હરકતો પર બ્રેક લાગી ગઈ છે. ખાસ ખબરના અહેવાલ બાદ મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાર્ગવ ઝણકાટ તથા તેની ટીમે તાત્કાલિક અસરે રામકૃષ્ણ નગરમાં જઈને લવરમૂછીયાઓને જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. અને રહેવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે, હવે તમને કોઈ હેરાન નહીં અહીં સતત પોલીસનું પેટ્રોલિંગ રહેશે.
રામકૃષ્ણ નગરમાં રહેતા એક જાગૃત નાગરિકે પ્રેમી પંખીડાઓની અશ્ર્લિલ હરકતો વિશે ખાસ ખબરમાં પોતાની આપવીતી જણાવી હતી અને કહ્યું હતું કે, અમારા એપાર્ટમેન્ટના ખૂણા પાસે રોજ સવાર સાંજ પ્રેમી પંખીડાઓ ઉભા રહીને અશ્ર્લિલ હરકતો કરે છે જેના લીધે રહેવાસીઓ ત્રસ્ત થયા છે. ત્યાં ગલીમાં રહેતા દિવ્યેશભાઈ ગર્લ્સ હોસ્ટેલ ચલાવતા હોવાથી ત્યાં આવારા તત્વોના આંટાફેરા વધી જવાથી તેમણે પણ ખાસ ખબરમાં આવીને પોતાની સમસ્યા વર્ણવી હતી. દિવ્યેશભાઈ એક જાગૃત નાગરિક હોવાથી અન્ય લોકોને સાથે રાખીને પોલીસ કમિશનર કચેરી અને મહિલા પોલીસ સ્ટેશનમાં આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જેને લઈને મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. ભાર્ગવ ઝણકાટ રામકૃષ્ણ નગરમાં જઈને ત્યાં અશ્ર્લિલ હરકતો કરી લોકોને પરેશાન કરતા લવરીયાઓને ત્યાં ઊભા ન રહેવા માટે કડક ભાષામાં ચેતવણી આપી હતી. દિવ્યેશભાઈએ પી.આઈ.ની સાથે રહીને આસપાસ જેટલી પણ ગર્લ્સ હોસ્ટેલ છે કે જ્યાં આવા આવારા તત્વોનો ત્રાસ છે તે જગ્યા બતાવીને તમામ સ્થિતિનું વર્ણન કર્યું હતું. પી.આઈ. ભાર્ગવ ઝણકાટે પણ ત્યાંના રહેવાસીઓને ખાતરી આપી હતી કે, બીજી વાર આવા કોઈ લવરીયાઓ નહીં ઊભા નહીં રહે અને કોઈ હરકત નહીં કરે. અમારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ અહીં રાત-દિવસ પેટ્રોલિંગ કરશે અને જો કોઈ ઝડપાશે તે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રામકૃષ્ણ નગરમાં જ્યાં ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે ત્યાંની છોકરીઓ પોતાના બોયફ્રેન્ડ સાથે આવીને જાહેર રસ્તા પર અશ્ર્લિલ હરકતો કરતા હતા. આવારાતત્વો એપાર્ટમેન્ટની દીકરીઓ સામે પણ ગંદી નજર કરીને છેડતી કરીને પજવણી કરતા હતા. જેના પર હવે બ્રેક લાગી ગઈ છે. ખાસ ખબરના અહેવાલની અસર પડી છે જેને લઈને તાત્કાલિકપણે પોલીસે પણ આ કેસમાં અંગત રસ લઈને આવી નીચલી કક્ષાની હરકતો બંધ કરાવી દીધી છે.
પોલીસ કમિશનરની સૂચના અનુસાર PI ભાર્ગવ ઝણકાટે તાત્કાલિક કાર્યવાહી કરી
ખાસ ખબરના અહેવાલ બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ ભાર્ગવ ઝણકાટને સૂચના આપી હતી કે, તાત્કાલિક આ કેસમાં કાર્યવાહી કરો. સૂચના મુજબ પીઆઈએ પણ રામકૃષ્ણ નગરમાં સ્થળ પર જઈને ચેકિંગ હાથ ધર્યું હતું. ત્યાંના રહેવાસીઓને પણ રૂબરૂ મળીને સમસ્યા વિશે માહિતી મેળવી અને આશ્વાસન આપ્યું કે, અહીં અમારૂં રાત દિવસ પેટ્રોલિંગ રહેશે. આવા લવરમૂછીયાઓની ખેર નથી કોઈ પણ સ્થિતિમાં આવા આવારા તત્વોને છોડવામાં નહીં આવે. અમારી નજર સતત આ એરીયા પર રહેશે. જાહેરમાં થતી અશ્ર્લિલ હરકતો અમે બંધ કરાવીને રહીશું.