દર્દીઓ નાછૂટકે ખાનગી સેન્ટરમા સારવાર લેવા મજબૂર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.2
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી ખાતે આવેલ ફિઝીયોથેરાપી સેન્ટર પર છેલ્લા 6 માસથી ફિઝીયોથેરાપીસ્ટ મેરનીટી લીવ પર હોવાથી સેન્ટરને તાળા લગાવી દેવામાં આવ્યા છે. જેમાં જાણવા મળતી વિગતો અનુસાર દસાડા તાલુકાના મુખ્ય મથક પાટડી સહિત આસપાસના દર્દીઓને સુરેન્દ્રનગર તથા ખાનગી સેન્ટરમા સારવાર અર્થે જવાનો વારો આવ્યો છે અને ખાનગી સેન્ટરમા રૂપિયા આપી સારવાર કરાવવા મજબૂર બન્યા છે પાટડી હોસ્પિટલના સત્તાધીસના જણાવ્યા મુજબ ડોક્ટર 6 માસથી મેટરનિટી લીવ પર હોવાથી સેન્ટર પર તાળા લગાવવામાં આવ્યા છે
- Advertisement -
મેટરનિટી લીવ પર ડોક્ટર જવાથી નવા ફિઝીયોથેરાપીસ્ટને ચાર્જ આપવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે. ઓડુ ગામના હેમાંગ પરમારના માતાના પગમાં ચાલવાની તકલીફ હોવાથી તેમને ફિઝીયોથેરાપી કરાવવી અનિવાર્ય છે પરંતુ પાટડી સેન્ટર બંધ રહેવાથી ખાનગી તથા સુરેન્દ્રનગર સારવાર માટે જવા મજબૂર બન્યા છે છેલ્લા 6 માસથી સેન્ટરને તાળા લગાવી દેવામાં આવ્યા છે અને ચાર્જ પણ કોઈને શોધવામાં આવ્યો નથી લાખોના ખર્ચે સરકાર દ્વારા જરુરીયાત મંદ લોકો માટે સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે પરંતુ અધિકારીઓના મેનેજમેન્ટના વાંકે સેન્ટર બંધ રહેતા લોકોમા રોષ ભભુકી ઉઠયો છે.