શહેરમાં 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ
ખાસ-ખબર સંવાદદાતા
મે મહિના બાદ હવે જૂન મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆતથી PGVCL દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન 3 હેઠળના વિસ્તારમાં અલગ અલગ 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, પાછલા મે મહિના દરમિયાન PGVCL દ્વાર રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તરોમાં દરોડા પાડી કુલ 1.14 કરોડથી વધુની વીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.
મે મહિના બાદ જૂન મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી આજે અલગ અલગ 36 ટીમો દ્વારા ખોખડદળ ગામ, શીતળાધાર, નારાયણ નગર, મચ્છોનગર, હરિદ્વાર સોસાયટી અને સીતારામ સોસાયટી સહિતના વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 15 લોકલ પોલીસ અને 12 જછઙનો સમાવેશ કરવામાં આવ્યો છે.



