ભારતીય કિશાન સંઘે સીએમને સંબોધી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.31
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા જુડા કચેરી મારફતે ટી.પી.યોજના ઝાંઝરડા નં.પાંચ અને નં.7ની ટી.પી. સ્કીમ લાગુ કરવાની પ્રારંભીક યોજનામાં વિસંગતતા છે ને કાયદાનું અર્થઘટન કરીને ખેડૂતોને નુકશાન થાય, બિલ્ડરો વેપારીને ફાદો થાય તેવા ઘાટ ઘટાઇ રહેલા છે તે બાબતે નીચે મુજબની રજૂઆત ઘ્યાને લેવામાં આવે તે માંગ છે.
1 જૂનાગઢ શહેર એક નાનુ શહેર છે ત્યાં કોઇ મોટા ઉદ્યોગો નથી જેથી એકપોર્ટ થાય તે રીતે ઉત્પાદન કરતી કોઇ મોટી ફેકટરી નથી તથા પાંચ-દશ હજાર લોકોની રોજીરોટી મળે તેવી કોઇ કંપની નથી. જાહેર જૂનાગઢને ટી.પી.સ્કીમમાં લેવાની કોઇ જ જરૂરીયાત નથી. કાયદાનું ખોટુ અર્થઘટન કરીને ખેડૂતો પાસેથી મામુલી રકમમાં જમીન પડાવીને આ યોજના લાગુ કરીને તગડી રકમ કમાવવાની જે પેરવી બીલ્ડર લોકો દ્વારા થઇ રહેલ છે તેનો જવાબનીચે મુજબ આપીએ છીએ.
2 જૂનાગઢના એક માત્ર ઝાંઝરડા રોડ પર બિલ્ડરો દ્વારા ડેવલોપમેન્ટ થયુ છે તેમાં ઝાંઝરડા ગાની રેવન્યુ સર્વે નંબર વાળી સરકારી ખરાબાની જમીન લાગુ ખાતા નં.241ના સર્વે નં.338,461,150,552, 1910 તથા અન્ય ખરાબાની સરકારી જમીન એકવાય કરીને મોટા પાઇએ કરોડોની કિંમતની જમીનોમાં ગેરકાયદેસર બાંધકામો થયા છે, ઝાંઝરડા ગામની ગૌચરની સર્વે નં.4ની 400વિઘા જમીન એનકેન પ્રકારે વેંચાણ થયેલ તેમજ ખરાબો, સરકારી પડતર જમીનમાં કેટલુ ને કેવી રીતે બાંધકામ થયેલ છે તેની તપાસ કરીને યોગ્ય તપાસ એસઆઇટી દ્વારા થાય તેવી માંગ છે.
3 ઝાંઝરડા ગામની ટીપી નં.પાંચ અને 7 માં આવતા ખેડૂતોએ ખરેખર ટીપી રદ કરવાની માંગ, આંદોલન કરીને સરકારમાં રજૂઆત કરેલ છે તેમાં મુખ્યમંત્રીએ ભારતીય કિસાન સંઘને ખાત્રી આપેલ છે કે ખેડૂતોના ભોગે કોઇ વિકાસ નહી થાયને જુડા કચેરીના અધિકારી દ્વારા કોઇ ખોટી કાર્યવાહી થઇ હશે તો તપાસ કરીને ખેડૂતોના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપેલ છે. તેવા સંજોગોમાં બિલ્ડરો દ્વારા આ ટીપી સ્કીમમાં અધિકારીઓની સાંઠગાઠ કરીને રીઝર્વ પ્લોટ તેમજ રોડ રસ્તામાં ફેરફાર કરાવી કરોડો રૂપિયાની દેવડ- દેવડ કરીને આ યોજના કોઇ પણ સંજોગોમાં લાગુ કરવાની મેલી મુરાદને સરકાર સમજી ગઇ છે માટે આ ટીપી નં.પાંચ અને નં.7ને રદ્દ થવાની તે બાબતે રોકાણ કરેલ કરોડો રૂપિયા પાણીમાં ના જાય તે માટે હાલમાં આ ટી.પી.યોજના નં.પાંચ અને નં.7 રદ્દ ના થાય તે માટે બિલ્ડરો દ્વારા સરકારમાં ખેડૂતોનું નુકશાન થાય તેવા બહારના નીચે સ્થાગિત કરેલી બીન ખેતીની ફાઇલો ફરી ચાલુ કરવાની તજવીજ કરતી બહાના નીચે સ્થગિત કરેલી બીન ખેતીની ફાઇલો ફરી ચાલુ કરવાની તજવીજ કરતી ભલામણો કરવામાં આવે છે તે ખેડૂત વિરોધી પ્રવૃતિ છે તેને ઘ્યાન ઉપર ના લેવી જોઇએ.
- Advertisement -
આ કારણોથી TPનં.5 અને નં.7 રદ્દ થવી જોઇએ
1 ટી.પી.સ્કીમનં.પાંચ અને 7માં પ્લોટ વેલીડેશનમાં મોટા પાયે ગોટાળા થયેલ છે જેમાં 29 જેટલા વેલીડેશન થયેલ છે જે રેકર્ડ ઉપર છે અને હાલના સીઇઓ તેમજ કમિશનરશ્રીએ આ પ્લોટ વેલીડેશન સ્થગિત કરેલ છે. તેમજ 28 ખેડૂતોને બીનખેતી સ્થગિત થયેલ છે તે ખરેખર ખેડૂતોની બીનખેતી થયેલ નથી, પરંતુ વેપારીએ ખરીદ કરેલી જમીનની બીનખેતી થયેલ છે. જેથી આ ટીપી યોજના રદ્દ થાય તો ખેડૂતોને નુકશાન કોઇપણ પ્રકાશનું નથી.
2 ટી.પી. સ્કીમ નં.પાંચ અને 7માં ઝાંઝરડામાં 9 જેટલા રીઝર્વેશન પ્લોટ મુકેલ હતા તે પૈસાની લેતીદેતી કરીને જુડા કચેરી દ્વારા કાઢી નાખવામાં આવેલ છે.
3 ટીપી.સ્કીમ નં.પાંચ અને 7માં 45 મીટરના રોડ ઉપરના તમામ રીઝર્વેશન પ્લોટોને પૈસાની લેતી દેતી કરી ગેરકાયદેસર રીતે હટાવવામાં આવેલ છે.
4 ટી.પી.સ્કીમમાં રીઝર્વેશન રાખવામાં આવેલ પ્લોટથી સરકારને ફાદો થાય કારણ કે પ્લોટ સેલફોર કોમર્શીયલઅને સેલ ફોર રેસીડેન્ટ જેનાથી સરકારને મોટી આવક થાય તેમ હોય છે ને પ્લોટ રદ્દ કરાવીને સરકારને નુકશાન કરવાનુ નામ જુડાના અધિકારી દિવ્યાબેન ગૌસ્વામી, બીપીનભાઇ ગામી, પ્રફુલભાઇ પાનસુરીયાને ડી.જી.રાઠોડ, એસ.આર.મણવદર, ચેરમેનને કારોબારી અધિકારી આ જુડા કચેરીના અધિકારી ઉપર એસઆઇટીની તપાસ કરવાના આદેશો કરવામાં આવે તે માંગ છે.