રાજકોટ દક્ષિણ મતવિસ્તારને પણ શાપર ઉદ્યોગ વસાહતની જેમ વિકસાવવા પ્રતિબદ્ધ
ખેડુતપુત્ર, ઉદ્યોગપતિ, સમાજ સેવક રમેશ ટિલાળા સરળ વ્યક્તિત્વ અને સમાજસેવાની ભાવના એ જ તેમની ઓળખ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનો ભવ્ય વિજય નક્કી છે. રાજકોટની ચારેય બેઠક પર પણ ભાજપ જીતવાનો છે. રાજકોટ દક્ષિણ 70 મતવિસ્તારમાં ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટિલાળાને વિશેષ પ્રતિસાદ મળી રહ્યો છે કારણ કે તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે. ખેડુતપુત્ર છે અને ઉદ્યોગપતિ પણ છે. નીચેથી ઉપર ઉઠ્યા છે. લોકોની મુશ્કેલી સમજે છે.શાપર વેરાવળ વિસ્તારની તેમણે કાયાપલટ કરી નાંખી છે તે રીતે રાજકોટ દક્ષિણ મતવિસ્તારને પણ તેઓ વધારે વિકસિત બનાવશે તેવો મતદારોને વિશ્વાસ છે.
સાંપ્રત સમયમાં રાજકારણ માટે એવું કહેવાય છે કે તેમાં સારા લોકો આવવાનું પસંદ નથી કરતા. જે માન્યતા વર્ષોથી કાયમ છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી જોઇએ તો ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સક્રિય રાજનીતિને નવું સ્વરુપ આપવાનું શરુ કર્યું ત્યારથી રાજનીતિનાં આયામો બદલાયા છે. રાજકારણમાં સ્વચ્છ, શિક્ષિત અને પરોપકારની ભાવના ધરાવતા લોકોને લાવવાનો તેમનો ચોક્કસ દિશાનો પ્રયત્ન ધીમે ધીમે રંગ લાવી રહ્યો છે અને તે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બહુ સ્પષ્ટ રીતે વર્તાઇ રહ્યો છે.
આજે આપણે વાત કરવી છે રાજકોટ-70ના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ટીલાળાની કે જેઓ બાળપણથી લઇ અત્યાર સુધીની સફરમાં સતત સામાજિક સંસ્થાઓ જોડાયેલા રહ્યા છે. પુત્રના લક્ષણ પારણામાંથી તે કહેવત અનુસાર અભ્યાસમાં ખાસ રુચિ નહિ. સાતમું ધોરણ આવતા સુધીમાં તો બહુ થયું હવે આગળ નહીં વિચારીને અભ્યાસ છોડી દીધો પણ આ સમય દરમિયાન ભણતર ભલે છોડ્યું પણ ગણતરના પાઠ તો ચાલુ જ હતા અને તે કદાચ વધુ ચડિયાતા સાબિત થયા.
મૂળભૂત રીતે સમાજ સેવાનો જીવ અ સાથે ઉદ્યોગોની સૂઝ તો ખરી જ એટલે અભ્યાસ છોડ્યા પછી ગાડી આ દિશામાં પુરપાટ દોડવા માંડી. 1989-90માં એક વિશિષ્ટ પરિસ્થિતિ સર્જાઈ. સમગ્ર કોટડા સાંગાણી વિસ્તારને બેકવર્ડ એરિયા તરીકે જાહેર કરવામાં આવ્યો. તેને રમેશભાઈએ આ પરિસ્થિતિને સુવર્ણતકમાં બદલી નાખી. આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા લોકોને રમેશભાઈએ એ શરતે પ્લોટ આપ્યા કે જ્યારે ઇન્ડસ્ટ્રી ચાલુ થાય, આવક થાય ત્યારે જ જમીનની કિંમત ચૂકવવાની. આ કોટડાસાંગાણી અને શાપર (વેરાવળ)ના ઔદ્યોગિક વિકાસ માટે એક ક્રાંતિકારી પગલું સાબિત થયું. આ યોજનાનો લાભ લઇ ઉદ્યોગપતિ બનેલા અનેક લોકો આજે પણ રમેશભાઈ પ્રત્યે આદરપૂર્વક નતમસ્તક થાય છે.
પછી તો લોગ જુડતે ગયે ઔર કાંરવા બનતા ગયા. 2000ના વર્ષમાં રમેશભાઈએ પોતાના ઔદ્યોગિક વિચારોને આકાર આપ્યો અને ઓટો પાર્ટસ અને ટેક્સટાઈલ પાર્ટસ બનાવવાની શરુઆત કરી. ધીમે ધીમે આ યાત્રા ફૂડ એન્ડ બેવરેજીસ, સ્ટીલકાસ્ટ અને એરોનોટિકલ, સૌરઉર્જા જેવા વિવિધ ઉદ્યોગો ક્ષેત્રે હરણફાળ ભરી, ખુબ આગળ વધી.
રમેશભાઈનો મૂળ મંત્ર એ છે કે સમાજે આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો છે તો સમાજને પણ કંઇક પાછું આપવું તે અન્વયે અનેક લોકોને રોજીરોટી આપી અનેક પરિવારના જીવન નિર્વાહ માટે વાહક બન્યા. માણસ ઓળખવાની સૂઝ એટલી જબરદસ્ત છે કે એકવાર માણસને ઓળખી લે અને તેની યોગ્યતા પારખી લે પછી ન એ માણસ રમેશભાઈને છોડે કે ના રમેશભાઈ તેને છોડે.
કાર્યકુશળ વિશ્વાસુ અને કુટુંબ ભાવના ધરાવતા લોકોની જબરદસ્ત ટીમ બનાવી. પોતાના બધા જ ઉદ્યોગોનું સંચાલન તેમને સોંપી દીધું અને પોતાની જાતને સમાજસેવાના કામમાં ડુબાડી દીધી. તેમના યુવાનીકાળથી તેમની ફેક્ટરીમાં તેમની સાથે જોડાયેલ લોકોની આખી ફોજ છે. બિઝનેસનું ડીસેન્ટ્રલાઇઝેશન આ વિષયનો આખી દુનિયા અભ્યાસ કરે છે. રમેશભાઈએ કોઠાસૂઝ દ્વારા એ આપબળે સિધ્ધ કરી બતાવ્યું. પોતાના ઉદ્યોગોમાં કામ કરતાં માણસમાં ‘આ કારખાનું મારું પણ છે.’ આ ભાવ ઉભો કરો એ આ સમયમાં સૌથી મોટી ચેલેન્જ છે.
આથી કહી શકાય કે, રાજકોટ-70ની જનતા સદભાગી ગણાય કે રમેશભાઈ ટીલાળા જેવા ઉમેદવાર તેમને મળ્યા છે. રમેશભાઈ શાપર (વેરાવળ)માં ઉદ્યોગોની જેમ કાયાપલટ કરી બતાવી તે રીતે રાજકોટ 70ને બેનમૂન અને બેજોડ બનાવશે તેમાં શંકાને સ્થાન નથી. આ સમગ્ર કાર્યને જનતા જનાર્દનના મતરુપી આશીર્વાદ પ્રાપ્ત થશે અને રમેશભાઈ જંગી બહુમતીથી વિજય થશે તે નિશ્ચિત છે.