18 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઇને ગંદકી ફેલાવતા દંડ
ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઈંઈઈઈ (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર) દ્વારા રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુક્ત કરવા, સફાઈ અંગેની ફરિયાદોનાં ઝડપી નિવારણ માટે ઈંઈઈઈ દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને, પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા તેમજ જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને પણ સીસીટીવી કેમેરા દ્વારા ઝડપી દંડ વસુલાતની કામગીરી તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનારને ઈ-ચલણ દ્વારા દંડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં 17 તથા 18 ફેબ્રુઆરીના રોજ 18 વ્યક્તિઓને સીસીટીવી કેમેરા મારફત જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા લોકોને ઈ-ચલણ દ્વારા દંડ કર્યો હતો.
ઈંઈઈઈનાં કુલ 1000 કેમેરા દ્વારા 17 અને 18 ફેબ્રુઆરીના રોજ 2974 લોકેશન ચેક કરવામાં આવ્યા હતા. જેના માધ્યમથી કુલ 941 સફાઈ કામદારોનું સફાઈની કામગીરીનું નિરીક્ષણની સાથે સાથે સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની 17 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવી હતી. આ ફરિયાદોનું ફોલોઅપ સેનીટરી ઇન્સ્પેકટર પાસેથી મેળવી 24 કલાકમાં નિવારણ કરવામાં આવતુ હતું.
આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અને નાયબ કમિશનરના સુપરવિઝના હેઠળ કંટ્રોલ સેન્ટરનાં નોડલ ઓફિસર તેમજ તાબા હેઠળનાં સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.