ગોકુલનગર વસાહતને વીજળી આપવા ઉમા પેલેસ પાસેના ટ્રાન્સફોર્મરમાંથી આવતી વીજ કેબલ લાઈન બદલવા માંગણી
ખાસ-ખબર ન્યૂઝ વેરાવળ
તાલાલા શહેરમાં ગોકુલ નગર વસાહત માં વસવાટ કરતા પરિવારોને વીજ પુરવઠો આપતી કેબલ વીજ લાઈન જર્જરીત હોય આ વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવાની ઊભી થયેલ સમસ્યાનો તાકીદે નિવારણ લાવવા માંગણી ઉઠી છે.
- Advertisement -
ગોકુલ નગર વિસ્તારના લોકોએ તાલાલા વીજ કચેરીને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ઉમા પેલેસ પાસેના ટ્રાન્સફોર્મર માંથી ગોકુલ નગર વિસ્તારના લોકોને વીજ પુરવઠો આપવામાં આવે છે.ટ્રાન્સફોર્મરમાંથી ગોકુલનગર માં આવતી કેબલ વીજ લાઈનના કેબલમાં અનેક સાંધા હોય કેબલ લાઈન જર્જરીત થઈ ગઈ છે જેને કારણે વારંવાર વીજ ફોલ્ટ થાય છે જેથી ગોકુલ નગર વિસ્તારમાં વીજળી ગુલ થવાના બનાવો વધી ગયા છે જેને કારણે ગોકુલ નગરમાં વસવાટ કરતા લોકોને પારાવાર મુશ્કેલી પડતી હોય ઉમા પેલેસ પાસેના ટ્રાન્સફોર્મર માંથી ગોકુલ નગરમાં આવતી કેબલ વીજ લાઈન નવી નાખી જરૂરી મરામત કરી ગોકુલ નગરમાં વસવાટ કરતા પરિવારોને નિયમિત સાતત્યપૂર્ણ વીજળી આપવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.