નરસિંહ મેહતા તળાવ બ્યૂટિફિકેશન નેતાઓની હુંસાતુંસી
ધારાસભ્યએ સીએમને પત્ર લખી તળાવ કામગીરી મુદ્ે ફરિયાદ કરી: ડે.મેયરે કહ્યું તળાવનું કામ બરાબર થઈ રહ્યું છે વહેલું પૂર્ણ થશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17
જુનાગઢ નરસિંહ મેહતા તળાવનું બ્યુટીફીકેશનની કામગીરી ધીમીગતિએ ચાલી રહી હોવાના કારણે ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ફરિયાદ કરી કરતા તેના જવાબમાં ડે.મેયર ગીરીશ કોટેચાએ કહ્યું કે, તળાવની કામગીરી બરાબર ચાલી રહી છે. અને ખુબ ઝડપથી કામ પૂર્ણ થાય તેવા પ્રયાસો થઈ રહ્યાં છે. અને આ તળાવ બનશે ઍટલે શહેર માટે બેસ્ટ ફરવા લાઈક સ્થળ બનશે તેમ
જણાવ્યું હતું.
જુનાગઢ નરસિંહ મેહતા તળાવની કામગીરી બાબતે હાલતો ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયા અને ડે.મેયર ગીરીશ કોટેચાની હુંસાતુંસી સામે આવી છે. એવાં સમયે પ્રજાના પ્રતિનિધિઓ નિવેદન બાજી કરવાને બદલે લોકો માંથી એવો સુર જોવા મળી રહ્યો છે કે, પ્રજાને તલાવનું કામ વેહલુ પૂર્ણ થાય તેમાં રસ છે નહી કે એક બીજા ફરીયાદો કરીને નિવેદન બાજી કરે લોકોને આ ચોમાસાની સીઝનમાં તળાવમાં પાણી ભરાય અને જમીનના તળ ઉંચા આવે તેમાં લોકોને રસ છે. તેમ શહેરીજનો ઈચ્છી રહ્યા છે.
- Advertisement -
નરસિંહ મેહતા તળાવનું કામ છેલ્લા એક વર્ષથી વધારે સમયથી ચાલી રહ્યું છે. ત્યારે ગત વર્ષે તળાવ ખાલી થઇ જવાથી તળાવ આસપાસના ઘણા વિસ્તારોમાં પાણી ડુકી ગયા છે. જ્યારે જો આ વર્ષે પણ ચોમાસાની ઋતુમાં તળાવ ન ભરાઈ તો આવતે વર્ષે પાણીની મોટી સમસ્યા ઉદભવેશે એક તરફ રાજ્ય સરકાર તળાવો ઊંડા ઉતારીને જળ સંગ્રહ શક્તિ વધારવા પ્રયાસ કરે છે. તો બીજી તરફ શહેરની મધ્યમાં આવેલ નરસિંહ મેહતા તળાવનું કામ મંદ ગતિએ ચાલી રહ્યું હોવાના કારણે આમ પ્રજા વિચારે છે કે, ક્યારે વરસાદી પાણીથી તળાવ ભરાશે અને કયારે જમીનના પાણીના તળ ઉંચા આવશે તેવા પ્રશ્નો કરી રહ્યા છે. શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મેહતા તળાવ વરસાદી પાણીથી ભરાવાને લીઘે શહેરનો મધ્ય ભાગ ઉનાળામાં પાણીની ખેચ ઓછી રહે છે. જેના લીધે જૂન મહીના સુધી વરસાદ આવે ત્યાં સુધી પાણીની કટોકટી ઓછી જોવા મળે છે. જો તળાવ બે વર્ષ ખાલી રહેતો આવતા વર્ષે પાણીની કટોકટી સર્જાય તેવું જોવા મળી રહ્યું છે. ભાજપ નેતાઓ એક બીજા પર દોષના ટોપલા નાખવા કરતા એક સાથે બેસીને તળાવનું કામ ચોમાસા પેહલા પૂર્ણ કરે તેવું જાહેરમાં ચર્ચાય રહ્યું છે.
શું કામ તળાવનું કામ ઝડપથી પુરું થાય તેવું લોકો ઇચ્છી રહ્યાં છે
જુનાગઢ નરસિંહ મેહતા તળાવમાં દાતાર પર્વત માંથી વિલીંગ્ડન ડેમનું પાણી કાળવાના વોકળા માંથી ડાયવર્ટ થઈને તળાવમાં આવે છે. અને તળાવ છલકાય છે જો કાળવાનું પાણી તળાવમાં ડાયવર્ટ ન કરવામાં આવે અને ભારે વરસાદ આવે ત્યારે તે પાણીનો પ્રચંડ પ્રવાહ અન્ય સોસાયટીઓમાં ઘુસી જવાને લીઘે પુરની સ્થિતિ ઉદભવે છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાનો ભય છે. જયારે ગત વર્ષે ભારે વરસાદના કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા હતા ઍટલે લોકો ઇચ્છી રહ્યાં છે કે ચોમાસા પહેલા તળાવનું કામ પૂર્ણ થાય અને કાળવાના પાણીથી તળાવ ભરવામાં આવે જેનાથી મધ્ય શહેરનાં ભાગોના જમીનના તળ ઉંચા આવશે અને પૂરની સ્થિતિ નહી બને