રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 40 કરોડથી વધુના કામોને બહાલી
રજૂ કરાયેલી 57માંથી 56 દરખાસ્ત મંજૂર કરતા સ્ટે.ચેરમેન જયમીન ઠાકર
- Advertisement -
પ્રથમ વખત ભાડુઆત પકડાય તો પાંચ હજાર દંડ બીજી વખત ઝડપાય તો 10 હજાર અને ત્રીજી વખત ભાડૂઆત ઝડપાય તો 25 હજારનો દંડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક આજે મળી હતી. જે મનપા બજેટ બાદ પ્રથમ મળી હતી. જેમાં મનપાના આવાસ યોજનામાં ભાડુઆત રાખ્યા લાભાર્થીઓને દંડવા નીતિ નિયમો અંગેની દરખાસ્ત કરી નિયમો કડક કરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ વખત ભાડુઆત પકડાય તો પાંચ હજાર દંડ બીજી વખત ઝડપાય તો 10 હજાર અને ત્રીજી વખત ભાડૂઆત ઝડપાય તો 25 હજારનો દંડ ફટકારવામાં આવશે અને ચોથી વખત ઝડપાયા તો આવાસની ફાળવણી કાયમી ધોરણે રદ કરવામાં આવશે. આજે 57 દરખાસ્તમાંથી 56 દરખાસ્તો મંજુર કરવામાં આવી છે અને તમામ 18 વોર્ડમાં વિકાસ કામોની બહાલી આપવામાં આવી છે.
જેમાં વોર્ડ નં.7માં 4.96 કરોડના ખર્ચે શ્રી મહાત્મા ગાંધી પ્રાથમિક શાળા નં.11નું જુનું બિલ્ડીંગ દૂર કરી, નવું બિલ્ડીંગ બનાવવાવવું, વોર્ડ નં.18માં ડામર પેવર કાર્પેટ અને રીકાર્પેટ કરવાના કામ માટે કુલ 14.16 કરોડના જુદા જુદા રોડના કામો, વોર્ડ નં.11માં (1) 42.44 લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ (2) 34.75 લાખના ખર્ચે મવડી સ્મશાનમાં શેડ, વોર્ડ નં.12માં (1) 42.44 લાખના ખર્ચે પ્રાઇવેટાઇઝેશનથી ભુગર્ભ ગટરની ફરીયાદોનો નિકાલ (2) 50.28 લાખના ખર્ચે વાવડી વિસ્તારની રામેશ્વર ગોલ્ડ રેસીડેન્સીમાં ‘જનભાગીદારી યોજના’ હેઠળ ડી.આઇ. પાઇપલાઇન નાખવી, વોર્ડ નં.9માં (1) 3.41 કરોડના ખર્ચે મુંજકા વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવું (2) 1.34 કરોડના ખર્ચે ‘અમૃત-ર.0’ યોજના અંતર્ગત વોર્ડ મુંજકા વિસ્તારમાં હયાત એસ.પી.એસ.માં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન કરવાના કામ (3) 10.16 કરોડના ખર્ચે ‘અમૃત-ર.0’ યોજના અંતર્ગત મુંજકા વિસ્તારમાં પ્રપોઝ્ડ એસ.પી.એસ.માં ડ્રેનેજ હાઉસ કનેકશન સીસ્ટમ તથા રોડ રીસ્ટોરેશન, વોર્ડ નં.3માં (1) 13.05 લાખના ખર્ચે ગુમાનસિંહજી માર્કેટ પાછળ આવેલ રોડ પર સી.સી. કરવાનું કામ (2) 90.74 લાખના ખર્ચે રેલનગર મેઇન રોડ પર રાજકોટ ટી.પી. સ્કીમ નં.19, એફ.પી. નં.21/એ માં ડિવાઇડર બ્લોક તથા ગાર્ડન ડેવલોપ કરવાનું કામ (3) 33.72 લાખના ખર્ચે નવી વોર્ડ ઓફિસ 3-બ બનાવવાનું કામ (4) 35.44 લાખના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકા હસ્તકનાં પ્લોટમાં કમ્પાઉન્ડ વોલ બનાવવો, વોર્ડ નં.2માં (1) 16.97 લાખના ખર્ચે પુનિતનગર-2 શેરી નં.2ની સામે આવેલ ટી.પી.-9માં આવેલ ગાર્ડન હેતુના પ્લોટમાં નવા પેવીંગ બ્લોક નાખી, એપ્રોચ પાથવે તથા ગાર્ડનીંગ (2) 27.28 લાખના ખર્ચે જાગૃતિ શ્રમજીવી સોસાયટી શેરી નં.10ના છેડે આવેલ કોમન પ્લોટમાં બાલક્રિડાંગણ બનાવવું (3) 2.36 કરોડના ખર્ચે હરીહર ચોકમાં જુનો મેશનરી આર્ચ કલવર્ટ દૂર કરી, નવો બોકસ કલવર્ટ બનાવવું તથા સદર પોલીસ સ્ટેશન પાસે તથા મહિલા પોલીસ સ્ટેશન પાસે સ્લેબ કલવર્ટ સ્ટ્રેન્ધનિંગ, વોર્ડ નં.01માં 24.77 લાખના ખર્ચે ભુગર્ભ ગટરની ફરિયાદોનો નિકાલ કરવાની કામગીરી આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે.