રેસલર્સે કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી જેમાં નિર્ણય લેવામાં આવ્ય કે મોનિટરિંગ કમિટી દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બૃજભૂષણ સિંહ પદની જવાબદારીઓ છોડી દેશે.
ભારતના એવા પહેલવાનો જે દેશ માટે અનેક ચેમ્પિયનશિપમાંથી મેડલ જીતીને આવ્યા એ ધરણાં પર બેઠા હતા અને આંદોલનની ગુંજ વધી રહી હતી પણ કેન્દ્ર સરકાર તરફથી તપાસનું આશ્વાસન મળ્યા બાદ હવે આ પહેલવાનોએ હડતાળ ખતમ કરી દીધી છે.જણાવી દઈએ કે ગઈકાલે એટલે કે શુક્રવારે મોડી રાત સુધી ઘરણા પર બેઠેલ આ રેસલર્સે કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી અને આ દરમિયાન નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ મામલાની મોનિટરિંગ કમિટી દ્વારા તપાસ ન થાય ત્યાં સુધી ભારતીય રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બૃજભૂષણ શરણ સિંહ પદની જવાબદારીઓ છોડી દેશે.
- Advertisement -
જણાવી દઈએ કે કુસ્તીબાજોએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને તેના પ્રમુખ સામે જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા.
Wrestling Federation chief Brij Bhushan Singh will step aside till the completion of the probe by the oversight committee & he will join the probe. Till the completion of the inquiry, a committee will look after the day-to-day activities of WFI: Union Sports Minister pic.twitter.com/DSFXphnlr8
— ANI (@ANI) January 20, 2023
- Advertisement -
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહી આ વાત
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે મોડી રાત્રે કુસ્તીબાજો સાથે પ્રેસ કોન્ફરન્સ કરી એ દરમિયાન જણાવ્યું હતું કે, ‘ખેલાડીઓ સાથે ઘણી ચર્ચા કરી અને તમામ ખેલાડીઓએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે એ લોકો બીજા શું સુધારા ઈચ્છે છે એ વાત પણ સામે આવી છે. આ માટે એક દેખરેખ સમિતિની રચના કરવામાં આવશે, જેના સભ્યોના નામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.આ સમિતિ આવનાર 4 અઠવાડિયામાં તેમની તપાસ પૂર્ણ કરશે.’
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આગળ કહ્યું કે ‘જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી એક સમિતિ રોજબરોજની ગતિવિધિઓ પર નજર રાખશે અને એ સમય સુધી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બૃજભૂષણ સિંહ રોજબરોજની ગતિવિધિઓથી દૂર રહેશે અને તપાસમાં સહકાર આપશે.’
Wrestlers call off protest, WFI chief Brij Bhushan to step aside till probe is completed
Read @ANI Story | https://t.co/Ulf2hrSUxN#WrestlersProtest #AnuragThakur #BrijBhushanSharanSingh #WFI #BajrangPunia #BabitaPhogat pic.twitter.com/7wVCk7ouIs
— ANI Digital (@ani_digital) January 20, 2023
બજરંગ પુનિયાએ ઘરણા પૂરા કરવાની કરી જાહેરાત
આ સિવાય જ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે , ‘તમામ ખેલાડીઓને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર દ્વારા ખાતરી આપવામાં આવી છે અને દરેકને સમજાવ્યા પણ છે. અમે ખેલાડીઓ અમારું આંદોલન બંધ કરી રહ્યા છીએ કારણ કે અમને સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી છે.અમને વિશ્વાસ છે કે અમને ન્યાય મળશે.
શું છે માંગ?
રેસલરો દ્વારા WFI ના પ્રમુખ બૃજભૂષણ સામે આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમણે યૌન શોષણ કર્યું છે. ખેલ મંત્રાલયમાં પણ પહેલવાનો દ્વારા એક બેઠક કરી લેવામાં આવી છે. ખેલાડીઑ કહી રહ્યા છે કે બૃજભૂષણ સિંહને હટાવી દેવામાં આવે અને કુશ્તી સંઘ (WFI) ને ખતમ કરી ફરી નવું સંઘ બનાવી દેવામાં આવે.
તપાસના આદેશ
ઇંડિયન ઑલિમ્પિક્સ એસોશિયેશને સાત ખેલાડીઓની એક કમિટી બનાવી છે જે સમગ્ર મામલે હવે તપાસ કરશે. IOA માં દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી જે બાદ સમગ્ર મામલે નિર્ણય લેવામાં આવ્યો છે. કમિટીમાં મેરી કોમ, ડોલા બેનર્જી, અલકનંદા અશોક, યોગેશ્વર દત્ત, સહદેવ યાદવ અને બે વકીલ હશે.