નવરાત્રીના પવિત્ર પર્વ પર રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.24
થાનગઢ નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસથી પાણીની લાઈન લીકેજ હોવાથી પાણીનો બગાડ અને રસ્તા પર ચલતા લોકોની હાલાકી સામે નગરપાલિકા હજુ પણ કોઈ કામગીરી કરવામાં કાર્યરત નહીં થતા લોકો દ્વારા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે ત્યારે હાલ નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને માતાજીની આરાધના કરવા જતા શ્રધ્ધાળુઓને આ પ્રકારના રોડ પર ફેલાયેલા ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે જેના લીધે ધાર્મિક લાગણી પણ દુભાય છે આ સાથે સોનાપુરી સમશાન જવા માટે પણ અહીંથી નીકળતા લોકોને આ રોડ પર ફેલાયેલા પાણીમાંથી સ્મશાન યાત્રામાંથી પસાર થવું પડે છે. જેને લઇ હવે નગરપાલિકા સામે લોકોમાં રોષ ફેલાયો છે હાલ રોડ પર ફેલાયેલા ગંદા પાણીને તાત્કાલિક આદરથી દૂર કરવા સ્થાનિક અને રાહદારીઓ દ્વારા ઉગ્ર માંગ કરી છે.