પીનટ બટર ખાવાના ઘણા ફાયદા છે. આ વજન ઘટાડવાની સાથે-સાથે લાંબા સમય સુધી પેટ હર્યુભર્યુ રાખે છે. પરંતુ જો તમારું પીનટ બટર ખરાબ થાય તો તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઇ શકે છે.
પીનટ બટર ડાયાબિટીસના જોખમને ઘટાડે છે
- Advertisement -
પીનટ બટર લોકોની વચ્ચે ઝડપથી લોકપ્રિય થઇ રહ્યું છે. પીનટ બટરનુ સેવન સવારે નાસ્તામાં સૌથી વધારે કરવામાં આવે છે. જેનુ સેવન સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક છે. જો પીનટ બટરને ઓછી માત્રામાં ખાવામાં આવે તો આ હાર્ટના સ્વાસ્થ્યને સારું રાખે છે, કારણકે તેમાં વિટામિન અને ખનિજ સિવાય ફેટ, ફાઈબર પ્રોટીનનુ યોગ્ય મિશ્રણ હોય છે. વજન ઘટાડનારા લોકો માટે આ એક સારો નાસ્તો છે. પીનટ બટરનુ સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને ઓવર ઈટીંગથી બચાય છે. પીનટ બટર ડાયાબિટીસ અને ડાયાબિટીસના જોખમને પણ ઘટાડે છે. એક અભ્યાસ મુજબ અઠવાડિયામાં પાંચ વખત અથવા તેનાથી વધુ પીનટ બટરના સેવનથી ડાયાબિટીસનુ જોખમ 21 ટકા સુધી ઘટી જાય છે.
કેવી રીતે બને છે પીનટ બટર?
પીનટ બટર પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. પીનટ બટરને પીસેલી મગફળીથી બનાવવામાં આવે છે. મગફળીને પહેલા સારી રીતે શેકવામાં આવે છે, ત્યારબાદ તેની ઘટાદાર પેસ્ટ બનાવવામાં આવે છે. પીનટ બટરને લોકો ફળ, સેન્ડવિચ, બિસ્કીટ અને અન્ય ખાદ્ય પદાર્થોની સાથે ખાય છે.
- Advertisement -
મિલ્ક શેક
પીનટ બટરને તમે મિલ્ક શેકની સાથે ખાઈ શકો છો. જેને તમે સિઝનલ ફળની સાથે બ્લેડ કરો અને તેને પીને તમે કામ માટે જઇ શકો છો.
ગ્રેનોલા અથવા મૂસલીની સાથે ખાવ
એક યોગ્ય પૌષ્ટિક નાસ્તો તમને આખો દિવસ ઉર્જાવાન બનાવે છે. પીનટ બટરને ગ્રેનોલા અથવા મૂસલીની સાથે થોડા સૂકા મેવા સાથે લેવાથી આખો દિવસ શરીરમાં ઉર્જા રહે છે.
બ્રેડ
બપોરના નાસ્તાના સમયે તમે પીનટ બટરને બ્રેડ પર લગાવીને ખાઈ શકો છો. તમે ઈચ્છો તો ફ્રોજન બેરીજ પર થોડુ પીનટ બટર પણ નાખીને ખાઈ શકો છો.