વરસાદમાં કાર ચલાવવામાં સમસ્યા તો થાય છે, પરંતુ આ સાથે કાર બગડી જવાની પણ ચિંતા રહે છે. તેથી અમે તમને કારની એવી એસોસરીઝ અંગે જણાવવા જઇ રહ્યાં છે, જે ચોમાસાની ઋતુમાં તમારી કારમાં હોવી જોઈએ.
વરસાદની સિઝન આમ તો ઘણી સારી હોય છે, પરંતુ કાર ચાલકો માટે અનેક પ્રકારની મુશ્કેલી લઇને આવે છે. વરસાદમાં કાર ચલાવવામાં તો સમસ્યા થાય છે, પરંતુ આ સાથે કાર ખરાબ થવાની પણ ચિંતા રહે છે. જો તમારી કારમાં સારી એસોસરીઝ ના હોય તો તમે ભારે વરસાદમાં યોગ્ય રીતે જોઇ શકશો નહીં અને દુર્ઘટનાનો ડર રહેશે. અહીં અમે તમને કારની એવી એસોસરીઝ અંગે જણાવી રહ્યાં છે, જે ચોમાસાની ઋતુમાં તમારી કારમાં હોવી જોઈએ.
- Advertisement -
વિન્ડો વાઇઝર્સ
વરસાદ દરમ્યાન જો તમે જરા પણ કાચ ખોલી નાખશો તો પાણી અંદર આવવાનો ડર રહેશે. વિન્ડો સંપૂર્ણ રીતે બંધ રાખવાથી ફૉગ બની જાય છે. આ બંને સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે તમે વિન્ડો વાઈઝર્સ લગાવી શકો છો. આ કિંમતમાં વધુ મોંઘા પણ હોતા નથી અને ઉપરથી પાણી વિન્ડોમાં ઘુસતા રોકે છે.

- Advertisement -
કાર બૉડી કવર
વરસાદની સિઝનમાં તમારી કારને સાફ અને નવી રાખવા માટે કારનુ બોડી કવર અત્યંત જરૂરી છે. આ ઉપરાંત આ તમારી કારને સ્ક્રેચથી પણ બચાવે છે. કાર કવરનો ઉપયોગ માત્ર વરસાદ નહીં, પરંતુ સામાન્ય સિઝનમાં પણ કરવો જોઈએ.
એન્ટી ફૉગ મેમ્બ્રેન
આ કારની ORVMs પર લગાવવામાં આવે છે. આ કોઈ સ્ટિકર જેવુ હોય છે. જેનો ફાયદો એવો હોય છે કે જેટલા ભાગ પર આ સ્ટિકર લગાવેલુ હોય છે, તેની પર પાણીના ટીપા રહેતા નથી. જેનાથી તમારી પાછળ આવી રહેલા વાહનોને જોવામાં પરેશાની થતી નથી.
છત્રી
તમારી કારમાં છત્રી પણ હંમેશા રાખો. તમે આખી સફર પલળ્યાં વગર કારમાં બેસીને આવી શકશો. પરંતુ જેવા કારમાંથી ઉતરશો તેવા પલળી શકો છો. તેથી કારમાં છત્રી હંમેશા રાખો. જેને તમે કારની ડોર પોકેટમાં રાખી શકો છો.



