પ્રવીણ રાઉતના ગુરૂ આશીષ ક્ધસ્ટ્રક્શનના ડિરેક્ટર છે અને આ કેસમાં મુખ્ય આરોપી છે
મહારાષ્ટ્રના પાત્રા ચાલ કૌભાંડની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ)ને જાણવા મળ્યું છે કે, શિવસેનાના સાંસદ સંજય રાઉતે 10 પ્લોટ ખરીદવા માટે ચૂકવણી તરીકે 3 કરોડ રૂપિયા રોકડમાં આપ્યા હતા. ઊઉએ સોમવારે જણાવ્યું હતું કે, પાત્રા ચાલ કૌભાંડમાંથી મળેલા નાણાંનો ઉપયોગ અલીબાગના કિહિમ બીચ પર સ્થિત આ 10 પ્લોટની ખરીદી માટે કરવામાં આવ્યો હતો અને સંજય રાઉતે આ રોકડ પ્રવીણ રાઉતને આપી હતી. પ્રવીણ રાઉતના ગુરૂ આશીષ ક્ધસ્ટ્રક્શનના ડિરેક્ટર છે અને આ કેસમાં મુખ્ય આરોપી છે.
- Advertisement -
ઊઉના અધિકારીઓએ મંગળવારે પાત્રા ચાલ મની લોન્ડરિંગ કેસના સંબંધમાં મુંબઈમાં બે પરિસરોની તપાસ કરી હતી અને જેમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતની ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ બે પરિસરોમાંથી એક એવા વ્યક્તિનું રહેઠાણ સામેલ છે જેને ફાર્મ ઇંઉઈંક (હાઉસિંગ ડેવલપમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ) પેઢી માટે રોકડ વ્યવહારો કર્યા હતા અને અન્ય પરિસર કંપનીની સાથે સબંધિત છે.
તમને જણાવી દઈએ કે, આ બંને ગોટાળા થયા ત્યારે તેના ડાયરેકટર તરીકે પ્રવીણ રાઉત, સારંગ વધાવન અને રાકેશ વધાવન હતા .પ્રવીણ અને સારંગને 2020માં ઊઉએ પકડયા ત્યારે તેમની પૂછપરછમાં સંજય રાઉત કનેક્શન સામે આવ્યુ હતુ.