રાજકોટ ભાવનગર હાઇ-વે બિસ્માર હાલતમાં હતો. ઠેકઠેકાણે રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા. ત્યારે ખાસ ખબરના અહેવાલ બાદ તાબડતોડ રાજકોટ-ભાવનગર હાઇ-વે પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વધુમાં ભાવનગર હાઇ-વે પર ઠેરઠેર ખાડાઓ પડી જતા રાહદારીઓને રસ્તા પરથી નીકળવું મુશ્કેલ બની ગયું હતું. ત્યારે હવે તંત્ર દ્વારા રોડ પર પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર હાઇ-વે બિસ્માર હાલતમાં હોય ત્યાં પેચવર્કની કામગીરી કરાતા રાહદારીઓએ હાશકારો અનુભવ્યો હતો. છેલ્લા ઘણા સમયથી ભાવનગર હાઇ-વે બિસ્માર હાલતમાં હોવાના કારણે લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. આમ ખાસ ખબરમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ આ હાઇ-વે પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી.