ભારતમાં કોરોનાના સંક્રમણમાં ગત સપ્તાહમાં ખતરનાક ગતિએ વૃધ્ધિ થયા બાદ હવે તેટલી જ ઝડપે તે અંત તરફ હોય તેમ આજે સતત ચોથા દિવસે નવા દૈનિક કેસોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જેને પગલે કોરોનાની પીક પસાર થઇ ગઇ હોવાની અટકળો વ્યકત થવા લાગી છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક કેસમાં ગઇકાલની સરખામણીએ 50 હજારનો ઘટાડો થયો હતો.
દૈનિક કેસમાં મોટો ઘટાડો: મૃત્યુઆંક વધ્યો
- Advertisement -
દૈનિક કેસ કરતા રીકવર દર્દીઓની સંખ્યા વધી ગઇ : એક દિવસમાં 2,67,753 દર્દી ડિસ્ચાર્જ
પોઝિટિવિટી રેટ 15.52 ટકા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,55,874 નવા કેસ નોંધાયા હતા. જે સોમવારની સરખામણીએ 50,190 ઓછા હતા. જોકે મૃત્યુઆંકમાં વૃધ્ધિ ચિંતાજનક ગણવામાં આવી રહી છે. છેલ્લા 24 કલાકમાં 614 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા હતા. દેશમાં એકટીવ કેસની સંખ્યા 22,36,842 થઇ છે. ઘણા દિવસો બાદ દૈનિક કેસની સરખામણીએ રીકવરી રેટ વધુ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2,67,753 લોકો સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. સાથોસાથ પોઝીટીવીટી રેટમાં પણ એક દિવસમાં અંદાજીત 25 ટકાનો ઘટાડો થયો હોય તેમ તે 15.52 ટકા નોંધાયો છે.
- Advertisement -
દેશના મોટા ભાગના રાજયોમાં સંક્રમણ દર નીચો આવ્યો છે અને કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ચમત્કારીક રીતે ઘટીને 28286 થઇ ગયા હતા. જોકે આ દરમ્યાન ટેસ્ટીંગમાં પણ ઘટાડો નોંધાયો છે. રાજયમાં ગઇકાલે 40,805 કેસ નોંધાયા હતા તેની સરખામણીએ આજના કેસમાં સારો એવો ઘટાડો છે. મુંબઇમાં પણ કોરોના કેસ ઘટીને માત્ર 1857 નોંધાયા હતા. જે આગલા દિવસે 2550 હતા.
મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતમાં પણ દૈનિક કેસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. રાજયમાં દૈનિક 13805 નોંધાયા હતા જે આગલા દિવસે 16000થી વધુ હતા.
મહારાષ્ટ્ર, કર્ણાટક, ગુજરાત સહિતના રાજયોમાં દૈનિક કેસમાં ઘટાડો
આ જ રીતે કર્ણાટકમાં પણ દૈનિક કેસનો આંકડો નીચો ઉતરવા લાગ્યો હોય તેમ 48000 કેસ નોંધાયા હતા જે આગલા દિવસે પ0,000થી વધુ હતા. કેરળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં પણ દૈનિક કેસમાં ઘટાડો નોંધાયો છે.
દેશમાં કોરોના સંક્રમણના વધારા વખતે આઇઆઇટી કાનુપર દ્વારા 23 ફેબ્રુઆરીએ જ પીક આવી જવાનો રીપોર્ટ જારી કરવામાં આવ્યો હતો અને તેને અનુરૂપ જ છેલ્લા 4 દિવસથી દૈનિકો કેસોમાં ઘટાડો થવા લાગ્યો હોવાથી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જોકે હજુ ટ્રેન્ડ એકદમ કલીયર થયા બાદ જ સરકાર થોડી છુટછાટો જાહેર કરે તેમ માનવામાં આવી રહ્યું છે. સરકાર હજુ થોડા દિવસ દૈનિક કેસ પર વોચ જારી રાખશે. કેન્દ્ર સરકારે એવો નિર્દેશ આપ્યો જ છે કે 15 ફેબ્રુઆરી સુધીમાં દેશમાં કોરોનાના કેસ ઘટી જશે. ચાર દિવસના ટ્રેન્ડને આધારે સરકારનું આ તારણ સાચુ પડવાનું મનાય છે.
‘મહામારી એમ જ ખતમ નહીં થાય’
નવા વેરિયન્ટનો ખતરો યથાવત: WHO
વૈશ્વિક કોરોના મહામારી એકવાર ફરી આખી દુનિયાને ઝપેટમાં લઇ ચૂકી છે. દક્ષિણ આફ્રિકાથી આવેલો કોરોના વાયરસનો નવો ઓમિક્રોન વેરિયન્ટ દુનિયાના મોટાભાગના દેશોમાં ઝડપથી ફેલાયો અને હવે પરિસ્થિતિઓ આગામી લહેર તરફ ઈશારો કરી રહી છે. ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર પીક ઉપર આવી ચૂકી હોવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એવામાં વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ કોરોના મહામારીના આગામી તબક્કા વિશે ગંભીર ચેતવણી આપી છે.
WHOના ચીફ ટેડ્રોસ અદનોમ ધેબ્રેયિયસના કહેવા મુજબ, આખી દુનિયા હજુ કોરોના મહામારીની પ્રકોપ સામે સંપૂર્ણ રીતે સુરક્ષિત થઇ નથી. તેમના મત મુજબ ઓમિક્રોન વેરિયન્ટને કોરોના મહામારીનો છેલ્લો વેરિયન્ટ સમજવાની ભૂલ ભારે પડી શકે છે અને એમ પણ ના માની લેવુ જોઇએ આખી દુનિયા કોરોના મહામારીને છેલ્લા તબક્કામાં છે. તેમણે ચેતવણી આપી છે કે કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આવી શકે એવી પરિસ્થિતિઓ બની ચૂકી છે. આ મુદ્દે WHO ચીફે આખા વિશ્વને સલાહ આપી છે કે જો આપણે મહત્વના લક્ષને મેળવી લઇ તો મહામારીનો આ ઘાતક તબક્કો આ વર્ષમાં જ ખતમ થઇ શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના પ્રમુખ ધેબ્રેયિયસે કાર્યકારી બેઠકની શરૂઆતમાં જણાવ્યું કે મહામારી કેવુ રુપ ધારણ કરશે અને ઘાતક તબક્કાને કેવી રીતે ખતમ કરી શકાય એ વિશે અલગ-અલગ મત છે.
પરંતુ આ માની લેવુ ખતરનાક છે કે ઓમિક્રોન, વાયરસનો છેલ્લો પ્રકાર છે અને મહામારી ખતમ થઇ રહી છે. તેમણે ચેતવણી આપી છે કે, સ્થિતિ સામાન્ય નથી પરંતુ પ્રતિકૂળ છે કારણ કે વિશ્વસ્તરે કોરોના વાયરસના નવા વેરિયન્ટનો ખતરો યથાવત છે.