ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક
બહુમાળી ચોક ખાતે આગેવાનોએ ફટકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
અમિતભાઈ ચાવડાના પ્રદેશ પ્રમુખ બનવાથી ખાસ કરીને ઘઇઈ,જઈ-જઝના મતદારોને રીઝવવાનો ખૂબ મોટો માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસના હાઈકમાન્ડે માર્યો છે. તેઓ ખૂબ અનુભવી રાજનેતા હોવાથી તમામ જ્ઞાતિ,ધર્મને સાથે રાખીને કેમ ચાલવું તે સારી રીતે જાણે છે, વિધાનસભામા પક્ષના નેતા તરીકે તેઓએ ગુજરાતના ખેડૂતો માટે ખૂબ તાકાતથી સરકારને ઘેરી હતી. દાહોદનું મનરેગા કૌભાડ હોય કે નળ છે જળ યોજનાનું કૌભાડ આ બધાને પર્દાફર્શ તેઓએ જ કર્યા છે.
ગુજરાતમા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ઓબીસી અનામત માટે ખૂબ મોટી લડત ચલાવી હતી અને અને જાતિ જનગણના મુદ્દે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમા મોટા જનજાગૃતિ કાર્યક્રમો કર્યા હતા. તેઓનું ગુજરાતના દરેક છેવાળાના ગામડાથી લઈને ગાંધીનગર સુધી સંગઠન બાબતે નેટવર્ક ખૂબ મજબૂત છે જે કોંગ્રેસ પાર્ટીને ખૂબ ઉપયોગી નીવડશે. કાર્યકર્તાઓ સાથે કઈ રીતે લાગણીથી જોડાઈને માન-સન્માન આપવું તે તેઓ સારી રીતે જાણે છે. પાર્ટીમા ચાલતા નાના મોટા મતભેદો કે ડેમેજકંટ્રોલ કરવામા ખૂબ હોશિયારી ધરાવે છે અને ચૂંટણીઓમા રણનીતિઓ ખૂબ સારી હોય છે. તેમની ફરી નિમણૂક સાથે કોંગ્રેસને એક અનુભવી નેતૃત્વ મળ્યું છે જે બધાને સાથે રાખીને કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.
આગામી સ્થાનિક સ્વરાજ્ય અને વિધાનસભાની ચૂંટણીમાં અમિત ચાવડા પક્ષને નવી દિશા અને સફળતા અપાવશે. તેમજ સંગઠનથી લઈ વિધાનસભા સુધીના અનુભવથી પાર્ટીનું નેતૃત્વ મજબૂત બનશે તેમ રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ છે. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક થતા રાજકોટ સહિત રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ઉજવણી કરી હતી ત્યારે રાજકોટમાં બહુમાળી ચોક ખાતે આગેવાનોએ ફટકડા ફોડી, મીઠાઈ વહેંચી ઉજવણી કરી હતી.
અમિત ચાવડા સતત 21 વર્ષથી વિધાનસભાના ગૃહમા સભ્ય તરીકે રહ્યા
અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1974માં ગુજરાતના આણંદમાં થયો હતો. તેમનુ આખું નામ અમિતભાઈ અજીતભાઈ ચાવડા છે. તેમણે વર્ષ 1995માં ટેક્નિકલ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગરથી કેમિકલ એન્જીનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો છે. તેઓ ગજઞઈં અને પછી ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય હતા. 2004 અને 2007માં તેઓ બોરસદ વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભામાં ચૂંટાયા હતા અને પછીથી 2012, 2017 અને 2022માં તેઓ અંકલાવ વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા એટલે કે સતત 21 વર્ષથી તેઓ વિધાનસભાના ગૃહમા સભ્ય તરીકે રહ્યા છે. તેમને 2018માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સૌથી યુવા પ્રમુખોમાંના એક હતા . 2023માં તેમને ગુજરાત માટે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને ફરી બીજી વખત કોંગ્રેસના કમાન્ડે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી શિરે સોંપી છે. અમિત ચાવડાએ સહકારી ક્ષેત્રે મધ્ય ગુજરાતમા ખૂબ સારી પકડ ધરાવે છે.તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી છે અને ગરીબ પરિવારોના બાળકોને રહેવા જમવાની વ્યસ્થાઓ કરીને શૈક્ષણિક સેવાકાર્ય કરતા રહે છે. નવસર્જન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ,વડોદરાના મેનેજિંગ ટ્રસ્ટી છે જે વિવિધ યુવા વિકાસ,પર્યાવરણ અને આરોગ્ય જાગૃતિ કાર્યક્રમોમાં સામેલ છે. સહકારી ક્ષેત્રની વાત કરીએ તો એપીએમસી આંકલાવ,કેડીસીસી બેંક નડિયાદ,આણંદ જિલ્લા સહકારી સંઘ ,ખરીદ વેચાણ સંઘ આંકલાવ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અમદાવાદ આ તમામ સંસ્થાઓના ડાયરેક્ટર તરીકે કાર્યરત છે.
- Advertisement -



