ભરત મંદિરમાં કૃષ્ણ ભગવાન ઋષિકેશની મૂર્તિ ચતુર્ભુજ શ્યામ સુંદર અને મનોહર છે.જૂના જમાનામાં બદરી કેદારની યાત્રા અત્યંત કઠિન હતી. કહેવાય છે કે આ ભરત મંદિરને 108 પ્રદક્ષિણા કરનાર ને બદરી કેદાર યાત્રાનું ફળ મળે છે. આવા તીર્થરાજ ઋષિકેશમાં ગંગાને કિનારે પરમાર નિકેતનના મુનીજી દ્વારા દરરોજ ગંગા મૈયાની આરતી થાય છે, આ આરતીમાં હજારો ભક્તો લાભ લે છે.
- Advertisement -
આ આરતીમાં છારોડી ગુરુકુળના પાર્ષદવર્ય કનુ ભગત, પાર્ષદવર્ય શામજી ભગત,અમદાવાદ-મેમનગર ગુરુકુળના અધ્યાપક શ્રી વિશાલભાઈ છત્રોલા અને સુરતની દીપ દર્શન વિદ્યાસંકુલ ના આચાર્ય ભાવેશભાઇ જોશી પરમાર્થ નિકેતનના વડા પૂજ્ય મૂનીજી સાથે મહા ગંગાઆરતીમાં જોડાયા હતાં.
ગંગા આરતી બાદ ભારતવર્ષના શિરમોડ યાત્રાધામ બદ્રિકાશ્રમ અને કેદારનાથની યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રામાં નારાયણ પર્વતની તળેટીમાં ભગવાન શ્રી નરનારાયણ દેવનું સુંદર અને નવ્ય ભવ્ય મંદિર છે. મંદિરનું શિખર સુવર્ણનું છે. ભગવાનનું સિંહાસન ચાંદીનું છે. ભગવાન નારાયણની મૂર્તિ સ્વયંભૂ છે. આ મૂર્તિ શાલિગ્રામ શિલામાંથી બનેલી બેઠેલી મૂર્તિ છે.
- Advertisement -