ગૂગલ અનુસાર સામુદાયિક માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ ટર્મિનેટ કરાયું
યુ-ટ્યુબએ સંસદ ટીવીનું સત્તાવાર એકાઉન્ટ બંધ કરી દીધું છે. ચેનલના પેજ પર લખવામાં આવી રહ્યું છે કે ‘આ એકાઉન્ટ યુટ્યુબના સામુદાયિક માર્ગદર્શિકાના ઉલ્લંઘન માટે બંધ કરવામાં આવ્યું છે. કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા વેબસાઈટ ‘રેડિટ’ પર સ્ક્રીનશોટ અને વીડિયો શેર કરીને દાવો કર્યો હતો કે સંસદ ટીવીનું યુટ્યુબ એકાઉન્ટ સોમવારે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું.
ઘણા યુઝર્સે સ્ક્રીનશોટ શેર કર્યા છે. એવો દાવો કરવામાં આવે છે કે મોડી રાત્રે એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું અને તેનું નામ બદલીને Ethereum કરી દેવામાં આવ્યું હતું. આ ક્રિપ્ટોકરન્સીને લગતો એક વીડિયો પણ લાઈવ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. છેલ્લો વીડિયો સોમવારે રાત્રે 10.35 વાગ્યે સંસદ ટીવીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાં Youtubeની લિંક છે જે હવે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી જફક્ષતફમ ઝટ તરફથી કોઈ અપડેટ નથી.