અમદાવાદ મેટ્રોના 32 સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા નથી
નોકરી-ધંધે જતાં મુસાફરોને વાહનો પાર્ક કરવામાં નડતી સમસ્યા
- Advertisement -
અમદાવાદની ઓળખ બની ગયેલી મેટ્રો ટ્રેન અમદાવાદમાં અનેક વિસ્તારોમાં દોડતી થઈ ગઈ છે. 30 તારીખથી શહેરના મેટ્રો રેલ પ્રોજેકટનો વધુ એક ફેઝ શરૂ થઈ ગયો છે. મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આર્શીવાદરૂપ બની રહેશે. કારણકે આ સેવા સસ્તી પણ છે અને ઝડપી, પણ ઉડીને આંખે વળગે તેવી એક ભૂલ એ છે કે મેટ્રોના 32 સ્ટેશનમાં મોટાભાગના સ્ટેશન પાસે પાર્કિંગની સુવિધા નથી. જેને કારણે મેટ્રોમાં નોકરી-ધંધે જતા મુસાફરોને પોતાના ખાનગી વાહનો પાર્ક કરવામાં તકલીફ પડી રહી છે. મેટ્રોમાં જતા પહેલા વાહન ક્યાં પાર્ક કરવા તેને લઈને મુસાફરોમાં મૂંઝવણમાં છે. જેથી મુસાફરોએ મેટ્રો સ્ટેશન પાસે પાર્કિંગ સુવિધા ઉભી કરવા માગ કરી છે.
મેટ્રો વિભાગ AMC સાથે કરી રહ્યું છે સંકલન
નોકરિયાત વર્ગને પાર્કિંગના અભાવે સૌથી વધુ હાલાકી પડી રહી છે. આ સમસ્યા સામે આવ્યા બાદ કેટલાક મેટ્રો સ્ટેશન પાસે મેટ્રો વિભાગ અખઈ સાથે સંકલન કરી પાર્કિંગ ઉભા કરી રહ્યું છે. તો કેટલાક સ્થળે પે એન્ડ પાર્કિંગ સુવિધામાં પાર્કિંગ ઉભું કરાયાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.. જો કે પે એન્ડ પાર્કિંગમાં મુસાફરે પાર્કિંગનો ચાર્જ ચૂકવવો પડશે.